શૌર્ય ધામ ફાગવેલ* : *ફાગવેલ ખાતે શૈર્યધામ સંકલ્પ સંમેલન યોજાયું.* - At This Time

શૌર્ય ધામ ફાગવેલ* : *ફાગવેલ ખાતે શૈર્યધામ સંકલ્પ સંમેલન યોજાયું.*


*
સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ સંકલ્પ સંકલ્પ સાથે યોજવામાં આવ્યું સંકલ્પ સંમેલન જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ સાસંદ ભરતસિંહ સોલંકી ,કરણસિંહ ચાવડા રાજપૂત સંકલન સમિતિ , કાળુસિંહ ડાભી કોંગ્રેસ ના ઉમેદવાર ખેડા લોકસભા
ગુલાબસિંહ ચોહાણ કોંગ્રેસ ના પંચમહાલ ઉમેદવાર , યુવરાજસિંહ જાડેજા , અભિજીત બારડ,રતનસિંહ રાઠોડ પંચમહાલ પૂર્વ સાંસદ તથા સંત ગણ પણ ઉપસ્થિત

*ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજ ના એક પણ ધારાસભ્ય જોવા મળ્યા ન હતા* .

ફાગવેલ ખાતે ક્ષત્રિય સંમેલન યોજાયું
ખૂબ મોટી સંખ્યા માં ક્ષત્રિય સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા
રાજકોટ TRP ગેમ જોન માં મૃત્ય પામેલા લોકો ને શ્રદ્ધાંજલી આપી કાર્યક્રમ ની શરૂવાત કરવા માં આવી

ફાગવેલ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શોર્યધામ ના નિર્માણ માટે આજે ભૂમિપૂજન કાર્યક્રમ કરવા માં આવ્યો.

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ક્ષત્રિય સમાજ ફાગવેલ ખાતે એક સાથે એક જૂથ જોવા મળ્યો.

ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા તારીખ 26 /5/ 2024, ના રોજ સાંજે ચાર કલાકે સંકલ્પ સંમેલન શૌર્યધામ ફાગવેલ ખાતે યોજવામાં આવ્યુ. ત્યારે ક્ષત્રિય સમાજના પ્રબુદ્ધ નેતૃત્વ, સામાજિક આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો, વિવિધ સંગઠનો ના અધ્યક્ષો, વિવિધ વ્યાસપીઠના આધિપતિ,ભજન મંડળી ના સંતો, કોઈપણ રાજકીય પાર્ટીના ક્ષત્રિય સમાજના સંગઠનના હોદ્દેદાર શ્રીઓ, રાજકીય પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો, પૂર્વ સદસ્યો, જીતેલા અને હારેલા ચૂંટણી લડેલા તમામ ક્ષત્રિય સમાજના ઉમેદવાર શ્રીઓ, ગુજરાત અને દેશનું ભવિષ્ય ક્ષત્રિય યુવાન મિત્રો સૌને આ મહાન કાર્યમાં હાજર રહ્યા હતા.‌‌

કાર્યક્રમ શરૂ થતા સ્થળ પરથી ધજા સાથે શૌર્ય ધામ ના પ્રમુખ તેમજ સંયોજકો દ્વારા ફાગવેલ વીર ભાથીજી મહારાજને 52ગઢની ધજા અર્પણ કરી ભાથીજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ફાગવેલ ખાતે નવ નિર્માણ પામનાર શોર્યધામ ને ભૂમિનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તેમજ શૈર્ય દંડ ઉપર શૌર્ય ધ્વજ ને ફરકાવવામાં આવ્યો હતો.

ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની શૌર્યભૂમિ ફાગવેલ ખાતે શૈક્ષણિક સંકુલ શૌર્યધામ નિર્માણ અર્થે ગ્રામ, શહેર,તાલુકા અને જીલ્લા કક્ષાએ સંયોજકો , યુવકો, આગેવાનો અને કર્મચારીઓને ગ્રામ કક્ષાએ થી આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

*શું હશે શૈર્ય ધામમાં*

• શૌર્યધામ વૈચારિક ક્રાતિનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ વિવિધલક્ષી તાલીમનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ વ્યસનમુક્તિનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ રોજગાર લક્ષી તાલીમનું કેન્દ્ર બનશે....

• શૌર્યધામ સંસ્કાર અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ યોગા, વ્યાયામ અને આરોગ્યનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ એકતા અને ઉન્નતિનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ નિડર નેતૃત્વ તૈયાર કરવાનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ અંધશ્રધ્ધા અને સામાજીક સુધારણાનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ આધુનિક અને જરૂરીયાતવાળા શિક્ષણનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ વિદ્વાન સાધુ, સંતો, શિક્ષકો અને કેળવણીકારોના માર્ગદર્શનનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ ઉચ્ચ શિક્ષણના સહારાનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ ભારતના મહાપુરૂષો, પ્રજાવત્સલ રાજા-મહારાજાઓ અને ક્રાંતિકારી વીર યોધ્ધાઓની ઝાંખી કરાવતું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ આદર્શ નાગરિકોના નિર્માણનું કેન્દ્ર બનશે.

• શૌર્યધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ક્રાંતિકારી કેન્દ્ર બનશે.

• શૌર્યધામ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની વીરતાનું ઐતિહાસિક સ્મારક બનશે.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.