બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી ગયા છે.
• બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી ગયા છે.
• મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી.
• મુખ્યમંત્રીશ્રીની આ સૂચનાઓના પગલે NRG ફાઉન્ડેશનને બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર-9978430075 જાહેર કર્યો છે.
• એટલું જ નહિં, આવા વિદ્યાર્થીઓના વાલી અને પરિવારજનો તેમના પાલ્યની વિગતો આપી શકે તે માટે nrgfoundation@gujarat.gov.in Email ID પર પણ વિગતો મંગાવવાનું શરૂ કર્યું છે.
• મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના આ પ્રો-એક્ટિવ અભિગમને પરિણામે વિદ્યાર્થીઓના વાલી-પરિવારજનોએ NRG ફાઉન્ડેશનનો સંપર્ક કરીને વિગતો આપી હતી.
• આ વિગતોના અનુસંધાને NRG ફાઉન્ડેશને ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને જે ૨૫ જેટલા વિદ્યાર્થીઓનો સંપર્ક થયો હતો તેમને ગુજરાત લાવવાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.
• આ ફળદાયી પ્રયાસોના પરિણામે હાલ ભરૂચ જિલ્લાના-૭, અમદાવાદ અને ભાવનગરના-૨ તથા અમરેલી અને મહેસાણા તથા પાટણના ૧-૧ એમ કુલ-૧૪ વિદ્યાર્થીઓ સહીસલામત પરત આવી ગયા છે.
• મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના પરામર્શમાં રહીને અન્ય ૧૧ વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની વ્યવસ્થાઓ હાથ ધરી છે.
• કેન્દ્રીય વિદેશ મંત્રાલયે પણ બાંગ્લાદેશની સ્થિતિના સંદર્ભમાં એક એડવાઈઝરી જાહેર કરીને ત્યાં વસતા ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓને લોકલ ટ્રાવેલ ન કરવા તથા ઘરની બહાર ઓછામાં ઓછું નીકળવા અનુરોધ કર્યો છે.
• વિદેશ મંત્રાલયયે બાંગ્લાદેશમાં કોઈ પણ મદદ કે તાત્કાલિક જરૂરિયાત જણાય તો બાંગ્લાદેશ સ્થિત ભારતીય હાઇકમિશનર અને આસિસ્ટન્ટ હાઇકમિશનરના ૨૪ કલાક સંપર્ક માટેના નંબરો જાહેર કર્યા છે આ નંબરોમાં,
• High Commission of India, Dhaka
+880-1937400591 (also on WhatsApp)
• Assistant High Commission of India, Chittagong
+<a href="tel:880-1814654">880-1814654797/+<a href="tel:880-1814654">880-1814654799 (also on WhatsApp)
• Assistant High Commission of India, Rajshahi
+880-1788148696 (also on WhatsApp)
• Assistant High Commission of India, Sylhet
+880-1313076411 (also on WhatsApp)
• Assistant High Commission of India, Khulna
+880-1812817799 (also on WhatsApp)
----------
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.