લો બોલો સંતરામપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ખાતરના કાળા બજાર થી ખેડૂત પરેશાન - At This Time

લો બોલો સંતરામપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ખાતરના કાળા બજાર થી ખેડૂત પરેશાન


મોટી સરસણ ના સોશિયલ મીડિયા ગ્રુપમાં ખાતરનો વધુ ભાવ લેવા બાબતનો ચર્ચા પૂર જોશમાં ચાલી વધુ ચાલી હતી

આજે સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામે આજુબાજુ વિસ્તારમાં આવેલ એગ્રો સેન્ટર ઉપર મોટી સરસણ ના આજુબાજુના ખેડૂત ખાતેદારો દ્વારા ખાતર ખરીદી માટે ગયા હતા ત્યારે સરકારના નીતિ નિયમ મુજબ કરતા એ વધુ ભાવ લેતા હોય ત્યારે મોટી સરસણ સ્થાનિક ગ્રુપમાં ખેડૂત ખાતેદારોનો આક્રોશ ઠાલવ્યો હતો જેમાં મોટી સરસણ ના રાજકીય નેતાઓ અને આગેવાનોને તેમજ પંચાયતના પદ અધિકારીશ્રીઓને ગ્રુપમાં વિનંતી કરી હતી કે આપણા મોટી સરસણના એગ્રો સેન્ટર પર ખાતર ની બેગનો વધુ ભાવ લેતા હોય તેવી રજૂઆત અને ધ્યાને મૂકી હતી પરંતુ એગ્રો સેન્ટર પર કોઈ જ વ્યક્તિ કશું ધ્યાન દોરવા તૈયાર ન હતા જેથી વધુ ભાવ લેવામાં આવે તેના લીધે મોટી સરસણના ગ્રુપમાં અતિશય ખાતર બિયારણ બાબતની ચર્ચા ને વધુ વેગ મળ્યો હતો જેથી ત્યાર પછી મોટી સર સણ ગામના ખાતેદારો દ્વારા મને ટેલીફોનિક વાત કરી હતી કે એગ્રો સેન્ટર વાળા સરકારના નીતિનિયમ મુજબ કરતા વઘુ ભાવ લેવામાં આવે છે એક ખાતરની થેલી પાછળ 100 થી 150 રૂપિયા વધુ લેવામાં આવતા હોય છે જેથી ખેડૂત ખાતેદારોના આક્રોશ whatsapp અને સોશિયલ મીડિયા ગ્રુપમાં ઠાલવ્યો હતો જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે મોટી સરસણ વિસ્તારમાં ના એગ્રો સેન્ટર પર કાયદેસર તપાસ થાય તેવી ખેડૂત ખાતેદારોની માગણી છે


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.