મોડાસા-અમદાવાદ હાઈવે ઉપરના ટ્રાફિકને ફોરલેનની કામગીરીને લઈ હરસોલ થી ઉજેડીયા સુધી ડાઈવર્ઝન અપાયું - At This Time

મોડાસા-અમદાવાદ હાઈવે ઉપરના ટ્રાફિકને ફોરલેનની કામગીરીને લઈ હરસોલ થી ઉજેડીયા સુધી ડાઈવર્ઝન અપાયું


*મોડાસા-અમદાવાદ હાઈવે ઉપરના ટ્રાફિકને ફોરલેનની કામગીરીને લઈ હરસોલ થી ઉજેડીયા સુધી ડાઈવર્ઝન અપાયું*

*ચાલુ ટ્રાફિક દરમિયાન ધસી પડવાની શકયતાને ધ્યાને લઈ R&B વિભાગ દ્વારા ડાઈવર્ઝન અપાયું*

*હરસોલથી ટી.આર.ચોક થઈ ઉજેડિયા માર્ગ ઉપરથી પસાર થવું પડશે*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

અમદાવાદ મોડાસા સ્ટેટ હાઈવેની ફોર લેનની કામગીરી પ્રગતિમાં છે. ત્યારે તલોદના હરસોલ નજીક સુજલામ્ સુફલામ્ કેનાલ ઉપર હયાત પુલને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ચાલુ ટ્રાફિક દરમિયાન ધસી પડવાની શક્યતાને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન અપાયું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે, ઉપરોકત સ્ટેટ હાઈવેની ફોર-લે ની કામગીરી વચ્ચે તલોદના હરસોલ નજીક સુજલામ્ સુફલામ્ કેનાલ ઉપર હયાત બ્રિજને પહોળો કરવાની કામગીરી ચાલતી હોઈ આ હાઈવે ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરવો હિતાવહ હોઈ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોડાસાથી અમદાવાદ તરફ જતાં વાહનો માટે હરસોલથી વાયા ટી.આર. ચોકડી થઈ ઉજેડીયા જવાનું રહેશે. ઉપરાંત અમદાવાદથી મોડાસા જતાં વાહનચાલકો માટે ઉજેડીયાથી ટી.આર.ચોક થઈ હરસોલથી આગળ વહન કરવા સંદર્ભે તા.૧૪-૦૬-૨૦૨૪ થી ૩૦-૦૬-૨૦૨૪ સુધી માર્ગ ઉપરનો ટ્રાફિક ૧૫ દિવસ માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આપેલ સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય છે કે કેમ તે જોવું રહ્યું પરંતુ હાલ તો આ પરીપત્રની અમલવારી શરૂ થઈ ગઈ છે. આજથી સ્ટેટ હાઈવે ઉપર માટીના ઢગની આડસ ખડકી ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ઉજેડીયા તલોદ માર્ગ પર દિવસ રાત નાના મોટા ભારે વાહનોની અવર જવરથી છેક ૧૫ દિવસ સુધી ધમધમતો જોવા મળશે તે નિશ્ચિત છે.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.