જસદણના વિકલાંગ યુવાને દીવાબત્તી ની વાટ બનાવવાનું ફુલ્લી ઓટોમેટિક મશીન બનાવ્યું
રાજકોટ જિલ્લાના જસદણના એક વિકલાંગ યુવાને સાહસ અને આત્મનિર્ભરતાની ઓળખ ઊભી કરી. મૂળ બાબરા તાલુકાના લુણકી ગામના વતની અને છેલ્લા 25 વર્ષથી જસદણમાં ભાડાના મકાનમાં રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ વાળા ઉંમર વર્ષ 36 કે જેણે અકસ્માતે એક હાથ ગુમાવ્યો હતો તેણે ભવિષ્યમાં પોતાને કોઈ પાસે હાથ લંબાવવો ન પડે અને આત્માનિર્ભર બનવા માટે 2017 માં તેણે પોતાની જાતે દિવાબત્તીની વાટ બનાવવાનું એક ફુલ્લી ઓટોમેટીક મશીન બનાવવાનું ચાલુ કર્યું હતું આ યુવાને પાંચ વર્ષ મહેનત કર્યા બાદ મશીન બનાવી લીધું હતું અને હાલ દરરોજની રૂપિયા 1000 ની રોજગારી આસાનીથી મેળવી રહ્યો છે અને તેમાંથી તેમના પરિવારનું પણ ગુજરાણ ચલાવી રહ્યો છે. તેઓ જણાવતા રહે છે કે એમનો પરિવાર લુણકી ગામે રહેતો હતો અને ત્યારે તેઓ ધોરણ 6 માં અભ્યાસ કરતા હતા એ વખતે વડવાઈ પર ઝૂલતા સમયે પડ્યો અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. તહેવારો હોવાથી કોઈ તબીબ ન મળતા દેશી પાટા પિંડી થી ચલાવ્યું અને તેમના હાથમાં પાક થઈ ગયો અંતે હાથ કાપવો પડ્યો હતો. તેઓ જ્યારે જસદણમાં સ્થાયી થયા ત્યારે હીરાના કારખાનામાં રૂપિયા 800 માં પટાવાળા તરીકે નોકરી પણ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.