રોટાવેટરની ખરીદીમાં સરકારી યોજનાનો લાભ મેળવતા નજીરભાઈ સુમરા - At This Time

રોટાવેટરની ખરીદીમાં સરકારી યોજનાનો લાભ મેળવતા નજીરભાઈ સુમરા —————–


રોટાવેટરની ખરીદીમાં સરકારી યોજનાનો લાભ મેળવતા નજીરભાઈ સુમરા
-----------------
ગીર સોમનાથ તા.૦૬: ગીર સોમનાથના ખેડૂતો ટેક્નોલોજીસભર ખેતી સાથે આર્થિક ઉપાર્જન કરતા થયાં છે. કૃષિને અદ્યતન બનાવવા યાંત્રિકીકરણ કરવું ખૂબ જ આવશ્યક છે અને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકારની વિવિધ સહાયના માધ્યમથી ખેડૂતો ખેતીનું ઉત્પાદન વધારી અને આથિક ઉપાર્જન કરતા થયાં છે.

ખેડૂત સમૃદ્ધ બને અને કૃષિમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન માટે ખેડૂતને સહાય આપવામાં આવે છે. તેમજ લોકો આધુનિક કૃષિ વિશે વધુ જાગૃત થાય તે માટે કૃષિ મેળા તેમજ વિવિધ સેમિનાર યોજવામાં આવે છે.

વેરાવળ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામના નજીરભાઈ કાદરભાઈ સુમરાને રોટાવેટરની ખરીદી માટે સરકારશ્રી દ્રારા પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યો હતો.

ગફારભાઈ કાદરભાઈ સુમરાએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે મારા ભાઈ નજીરભાઈને સરકાર દ્વારા પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યો છે. જેથી સરકારશ્રી દ્વારા રોટાવેટરની સહાય મળવાથી તેમને આર્થિક મદદની સાથે યાંત્રિકીકરણનો સમન્વય થવાથી કૃષિ વધુ અદ્યતન થશે.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.