ગુજરાતના તમામ જિલ્લાઓમાં સર્વે કરાવી અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરી સર્વે કરાવી સહાય ચૂકવવા અને યુરિયા ખાતર રાહત ભાવેઆપવા ટિમ ગબ્બર ની રજુવાત
ટીમ ગબ્બર ગુજરાતના કે એચ ગજેરા એડવોકેટ અને નયન ભાઈ જોષી એડવોકેટને જાણવા મળ્યું છે કે,ગુજરાતમાં પડેલ સાર્વત્રિક વરસાદમાં ગુજરાતમાં બધે જ વાવણી ખૂબ જ સારી થઈ હતી પરંતુ ત્યારબાદ આવેલા અતિવૃષ્ટિ સમાન વરસાદે ઠેરઠેર તારાજી સર્જી છે આ તારાજીમાં ખેડૂતોના કુમળા પાક ધોવાઈ ગયા છે અને સાથે ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ ગયા છે જે પાક ઉભો છે તેને સતત વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે પાકને પાણી લાગી ગયું છે અને તાત્કાલિક મોંઘા ભાવના ખાતર ન નાખવામાં આવે તો પાક નિષ્ફળ જશે તેવી શક્યતા છે જેથી તેને બચાવવા યુરિયા ખાતરનો છંટકાવ કરવો ફરજીયાત છે હાલમાં યુરિયા ખાતરની તંગી છે અને ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે તેથી સહકારી ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા તાત્કાલિક યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવે તેવી અમારી ટીમ ગબ્બર ગુજરાત દ્વારા રજુવાત છે.વાવાજોડાગ્રસ્ત વિસ્તારમાં બાગાયતી પાકમાં નુકસાન થયું તેને અને માછીમારોને લાંબાગાળાની 0% વ્યાજે લોન આપવામાં આવે,અનેઅતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને હેક્ટર દિઠ ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવે અને સરકાર પાસે ઉપલબ્ધ ઘાસચારામાંથી ખેડૂતોને ઘાસચારો પુરો પાડવામાં અને ઘેડ વિસ્તારમાં પણ સર્વે કરી સહાય તાત્કાલિક આપવામાં આવે અને માલધારીઓના જે પશુઓ તણાઈ ગયા છે તેના PM રિપોર્ટ ન માંગવામાં આવે છે તે ન માંગવામાં આવે અને ખેડૂતોના પાક સામે રક્ષણ મળે તેવી કોઈ યોજના સરકારે બનાવી મદદ કરવામાં આવે તથા જંગલી પ્રાણીઓ દ્વારા મરણ જનાર પશુઓ,પ્રાણીઓ અને માનવીઓને સીધું વળતર આપવા માટે તાત્કાલિક આદેશ કરવામાં આવે અને જ્યાં ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત છે તેમને તાત્કાલિક યુરિયા ખાતર પૂરું પાડવું જોઈએ તેવી ટીમ ગબ્બર ગુજરાતની રજુવાત છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.