ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 12 માં વેબીનારનું આયોજન
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા "ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 12 માં વેબીનારનું આયોજન
શ્રી નીરંજન વર્મા “પંચગવ્ય દ્વારા ચિત પરિવર્તન” પર માહિતી આપશે.
ભારત સરકાર ના પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ ચેરમેન, પૂર્વ સાંસદ ડૉ વલ્લભભાઈ કથીરિયા ના માર્ગદર્શન માં વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ - ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય વક્તાઓ માર્ગદર્શન આપે છે.
ગોકુલમ – 12 માં પંચગવ્ય વિધ્યાપિઠમ ના કુલપતિ શ્રી નીરંજન વર્મા કે જેઓ પંચગવ્ય નો કોર્ષ કરી ને ભારત અને ભારત ની બાહર ગૌ ચીકીત્સા કરી શકે એવા વૈદ્યો તૈયાર કરે છે, અને ગૌ અર્થતંત્ર ને સહકાર આપે છે. જેમના અભ્યાસક્રમ દ્વારા અનેક લોકો પંચગવ્ય ચીકીત્સા નું જ્ઞાન લઈ ને સમાજ માં ગૌ થેરાપી દ્વારા ચીકીત્સા કરે છે. તેઓ આ વિષય પર પ્રકાશ પાડશે.
આ વેબિનારમાં પંચગવ્ય દ્વારા ચિત પર શું અસર થાય છે તેનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ સમજાવવા માં આવશે.
આ વેબિનાર 23 સપ્ટેમ્બરે, શનિવારનાં રોજ સવારે 11 કલાકે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)નાં ફેસબુક પેઈજ ‘ઓફીશીયલ જી.સી.સી.આઇ’ તેમજ યુ ટ્યુબ ચેનલ ‘ગ્લોબલ કાઉ ફેડરેશન’ પર લાઈવ કરવામાં આવશે.
વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.9824221999), પુરીશ કુમાર (મો.8853584715), અમિતાભ ભટનાગર (મો.8074238017) નો સંપર્ક કરવા યાદી માં જણાવ્યું છે.
રિપોર્ટ.નટવરલાલ. ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.