સા વિદ્યા યા વિમુક્તયે. મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી નિરક્ષરતા નિવારણ તથા હુન્નર વિકાસ મંડળના ઉપક્રમે રૂ. ૩ લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે. - At This Time

સા વિદ્યા યા વિમુક્તયે. મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી નિરક્ષરતા નિવારણ તથા હુન્નર વિકાસ મંડળના ઉપક્રમે રૂ. ૩ લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે.


સા વિદ્યા યા વિમુક્તયે. મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી નિરક્ષરતા નિવારણ તથા હુન્નર વિકાસ મંડળના ઉપક્રમે રૂ. ૩ લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે.

ભાવનગર મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી નિરક્ષરતા નિવારણ તથા હુન્નર વિકાસ મંડળના ઉપક્રમે રૂ. ૩ લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે.
મારી પ્રજાનું કલ્યાણ હજો તેવી ઉદદાત ભાવનાને ચરિતાર્થ કરવા તેમજ સ્વતંત્રતા બાદ ગોહિલવાડ રાજ્યનાં યુવકોને શિક્ષણ તથા ઉધ્યોગ સાથે જોડવા રૂ. ૬ લાખ નું કાયમી ફંડ રાજ્ય સરકારને સોપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિમાં વર્ષ ૨૦૨૪માં ૩૦ નાગરિકોને સહાય વિતરણ કરવામાં આવશે.....
શાળા ક્ષેત્રે પસંદ કરેલ વિદ્યાર્થી દીઠ રૂ. ૨૫૦૦/- કોલેજ કક્ષાએ રૂ. ૧૦,૦૦૦,/- તથા હુન્નર કાર્ય માટે પ્રતિવર્ષ રૂ. ૫૦૦૦/- ની સહાય અંતર્ગત મંડળ દ્વારા આગામી તારીખ ૧૨ ગુરુવારે શિશુવિહાર સંસ્થામાં સાંજના ૪:૩૦ એ કાર્યક્રમ યોજાશે...
ભાવનગરના મહારાણી શ્રી સમયુક્તા દેવી ગોહિલની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમમાં ૨૩ વિધ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તથા ૭ બહેનોને સીવણ સહાયનું વિતરણ કરવામાં આવશે.
શ્રી પ્રેમજીભાઇ જાસોલિયા, શ્રી વીરજીભાઇ જસાણી તેમજ શ્રી હરજીભાઇ જાસોલિયા ના સંકલનથી શિશુવિહારની સેવા સંસ્થાથી પ્રારંભાએલ સહાય વિતરણકાર્યક્રમનું સંકલન ભવનગરના યુવકો માટે આશાસ્પદ બને છે.
આઝાદી પછી ૭૫ વરસે
સ્ટાર્ટ અપ અને સેલ્ફ ફાઈનાન્સ પ્રકારે અનિવાર્યતા કાર્યાન્વિત થઈ રહી છે ત્યારે ભાવનગર રાજવીએ આજથી ૮૦ વર્ષ પહેલા દૂરંદેશી થી લીધેલા નિર્ણયો આજે પણ ભાવનગરની સેવાં સંસ્થા શિશુવિહાર થી અસરકારી બની રહ્યા છે જે નોંધનીય બને છે....

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.