અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણમાં 2000 ફળાઉ રોપાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું
પર્યાવરણીય સામાજિક જનજાગૃતિ તેમજ જીવદયા વગેરે ક્ષેત્રે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા અવતાર ટ્રસ્ટ દ્વારા વધુ એક અનોખું પર્યાવરણ લક્ષી પ્રેરણાદાયી અને સેવાકિય કાર્ય કર્યુ જેમાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ફળાઉ રોપા જેવા કે આંબા, નાળિયેરી, ચિકૂડી, લીંબુડી જામફળી વગેરે જેવા 2000 થી પણ વધુ રોપાઓનું જસદણ શહેરના આર.કે. વાટિકા ખાતે એકદમ રાહત ભાવે વિતરણ કરવામાં આવ્યું આ પ્રવૃત્તિ પાછળ અવતાર ટ્રસ્ટનો મુખ્ય હેતુ લોકો વધુ વૃક્ષો વાવે અને પર્યાવરણીય જનજાગૃતિ આવે એવો માત્ર છે આ કાર્યને સફળ બનાવવા માટે અવતાર ટ્રસ્ટના યુવાનો દિન રાત એક કરીને આ સુંદર મજાનું સેવાકાર્ય હાથ ધર્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.