રીઢા ગુનેગારે સેલ્ફ ડીફેન્સ માટે પીસ્તોલ સાથે રાખી’તી: ધરપકડ - At This Time

રીઢા ગુનેગારે સેલ્ફ ડીફેન્સ માટે પીસ્તોલ સાથે રાખી’તી: ધરપકડ


રીઢા ગુનેગારે સેલ્ફ ડીફેન્સ માટે પીસ્તોલ સાથે રાખી’તી: ધરપકડ
13 December, 2023
રાજકોટ એસઓજીની ટીમે દૂધની ડેરી પાસે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા ઈકબાલ ઉર્ફેે ઈકુ ઠેબાને તેના ઘર પાસેથી દબોચી લીધો હતો: 10 હજારની કિંમતની પીસ્તોલ દૂધસાગર રોડ પર રહેતા બેના મિત્રએ આપી હોવાનું રટણ
રાજકોટ,તા.13
રાજકોટની દૂધની ડેરી વિસ્તારમાંથી દેશી બનાવટની પીસ્તોલ સાથે રીઢો ગુનેગાર ઈકબાર ઉર્ફે ઈકુ ઉંમર ઠેબા (ઉ.વ.55) ઝડપાયો હતો. આગવી ઢબે કરાયેલી પ્રાથમિક પુછપરછમાં તેણે સેલ્ફ ડીફેન્સ માટે દેશી પીસ્તોલ રાખી હોવાની કબૂલાત આપી છે. આ અંગે રાજકોટ શહેર એસઓજીના સૂત્રોએ આપેલી માહિતી મુજબ, શહેરના પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવ અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ મદદનીશ પોલીસ કમિશ્ર્નર ભરત બસીયાની સુચના મુજબ રાજકોટ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તથા રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતિ કરતા ઈસમો પાસેથી ગેરકાયદે હથીયારો શોધી કાઢવા સુચના અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.પીઆઈ જે.ડી.ઝાલાની રાહબારી હેઠળ એસ.ઓ.જી. શાખાના ડો.કોન્સ્ટેબલ ફીરોજભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહીલની સંયુકત બાતમી આધારે દુધની ડેરી સામે લાખજીરાજ, શ્રમજીવી સોસાયટી શેરી નંબર 4 હૈદરી ચોક ખાતેથી આરોપીના કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ મળી આવી હતી.આરોપીને પકડી પાડી ડી.સી.પી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપીની પુછપરછ કરતા જાણવા મળેલ કે, તે દૂધની ડેરી વિસ્તારમાં રહેતા તેના કોઈ મિત્ર પાસેથી હથિયાર લાવ્યો હતો અને સેલ્ફડીફેન્સ માટે સાથે રાખી હોવાની કબૂલાત આપી હતી.આ કામગીરી એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા, એ.એસ.આઈ ધર્મેશભાઈ ખેર, કોન્સ્ટેબલ ફીરોજભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહીલ, ઈન્દ્રસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણ તથા કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.