રાણપુર સ્થિત કુમાર શાળામાં તૈયાર કરાયેલા શેલ્ટર હોમમાં ગર્ભવતી મહિલાને મળી સલામતીની હૂંફ
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લામાં વરસેલા વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું હતું, જે પૈકી રાણપુરના સ્થળાંતરિતોમાં ગર્ભવતી મહિલા પારૂલબેનનો પણ સમાવેશ થાય છે. રાણપુર સ્થિત કુમારશાળા શેલ્ટર હોમમાં પારૂલબેનનું સંપૂર્ણ ધ્યાન રખાઈ રહ્યું છે. ગર્ભવતી મહિલાને આરોગ્યપ્રદ આહાર અને તંદુરસ્ત વાતાતરણ મળી રહે તેની પૂરી કાળજી અહીં લેવામાં આવી છે. જે બદલ મહિલા અને તેના પરિવારે રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.