મીઠાઇ, પેટીસ સહિતની ખાદ્ય વસ્તુઓનું સ્થળ પર ટેસ્ટીંગ - At This Time

મીઠાઇ, પેટીસ સહિતની ખાદ્ય વસ્તુઓનું સ્થળ પર ટેસ્ટીંગ


શ્રાવણ માસમાં મીઠાઇ અને પેટીસ સહિતની ખાદ્ય વસ્તુઓના ફૂડ પરીક્ષણ સ્થળ પર કર્યા હતા.
મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નંદનવન મેઇન રોડ, મવડી વિસ્તારમાં 21 પેઢીની ચકાસણી કરાઇ હતી. ત્યાં વેંચાણ થતી દૂધ, દુધની બનાવટ, ફરાળી પેટીસ, ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 16 નમૂનાનું સ્થળ પર પરીક્ષણ કરાયું હતું.
જે જગ્યાએ ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી તેમાં (1)મિલન ખમણ (2)શ્રીજી કેક શોપ (3)શ્રીજી આઇસક્રીમ (4)શ્રી રામકૃપા ફરસાણ (5)ખોડલ મૈસૂર ફેંન્સી ઢોસા (6)શ્રીનાથજી કોઠી આઇસક્રીમ (7)બજરંગ પાન કોલ્ડ્રિંક્સ (8)ઓમ ડ્રાઇફ્રુટ વર્લ્ડ (9)રસરંજન આઇસક્રીમ (10)ડી. કે. લાઇવ બેકરી (11)કિરણ બેકર્સ (12)એવરેસ્ટ કોલ્ડ હાઉસ (13)શિવ સુપર માર્કેટ (14)આઇ વરુડી ડેરી ફાર્મ (15)મૈત્રી ખાખરા (16)નંદનવન ડેરી ફાર્મ (17)મનમંદિર ડેરી ફાર્મ (18)ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સ (19)પટેલ ફરસાણ (20)ગીતા પ્રોવિઝન સ્ટોર (21)જય ખોડિયાર ડેરી ફાર્મનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.