વિરપુર તાલુકાના કુંભરવાડી ગામની નિર્વૃત શિક્ષીકાએ અંગદાન કરી ૪ લોકોને જીવન આપ્યું... - At This Time

વિરપુર તાલુકાના કુંભરવાડી ગામની નિર્વૃત શિક્ષીકાએ અંગદાન કરી ૪ લોકોને જીવન આપ્યું…


મૃત્યુ બાદ માનવતા મહેકી..

લોકોમાં હવે અંગદાન વિશે જાગૃતિ આવવા લાગી છે. પોતાના સ્વજનોનું અંગદાન કરીને લોકોને નવજીવન આપવાનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના કુંભરવાડી ગામની નિવૃત શિક્ષીકાને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમના પરિવારે તેમના અંગોનુ દાન કરીને ચાર લોકોનુ જીવન બચાવવાનો નિર્ણય લીધો હતો વિરપુર તાલુકાના કુંભરવાડી ગામની મંગુબેન મહેન્દ્રભાઈ પટેલ ગોધરા ખાતે પ્રાથમિક શાળા ખાતે શિક્ષીકા તરીકેની ફરજ નિભાવતા હતા જેઓ ૨૦૨૨ નિવૃત થતા અમદાવાદ પુત્ર સાથે રહેતા હતા મંગુબેન પટેલ ને ૧૬ જુલાઈ ૨૦૨૪ ના રોજ બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને અમદાવાદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.ડોક્ટરની ટીમ દ્વારા કરાયેલા પ્રયાસો છતાંય દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ડોક્ટર દ્રારા દર્દીના પતી મહેન્દ્રભાઈ પટેલ પુત્ર સ્પર્શ પટેલ અન્ય સગા સંબંધીને સમજાવવામાં આવ્યા હતા પરિવારજનોની સંમતિ પછી દર્દીની બે આંખો,લીવર,બે કિડનીનુ દાન કરવામાં આવ્યું હતું.તે જ હોસ્પિટલમાં સારવાર લેતા ચાર જેટલા દર્દીઓને નવજીવન મળ્યું હતું...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.