શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર સમાજનો ૨૪મો સમૂહ લગ્નોત્સવ ૧૬ ફેબ્રુઆરીએ યોજાશે
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ કાર્યાલય, મહેર વિદ્યાર્થી ભવન, એરપોર્ટ રોડ ખાતે ૩૧-૧-૨૦૨૫ સુધીમાં નામ નોંધાવી શકશે.*
ગોસા(ઘેડ) તા.૧૨/૧૧/૨૦૨૪
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા તારીખ ૧૬-૦૨-૨૦૨૫ને રવિવારના રોજ પોરબંદર ખાતે મહેર જ્ઞાતિના સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
લગ્ન સમયે ખોટી દેખાદેખી તેમજ બિનજરૂરી ખર્ચાઓને ઘટાડવાની શુભ ભાવના સાથે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી મહેર જ્ઞાતિના સમૂહ લગ્ન ઉત્સવનું જ્ઞાતિના વડીલો, આગેવાનો તેમજ જ્ઞાતિજનોની હાજરીમાં સાંદિપની આશ્રમના ઋષિ કુમારો દ્વારા શાસ્ત્રોકત વિધિથી જ્ઞાતિની પરંપરા તેમજ રીત રિવાજ મુજબ ભવ્ય રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે.
સમૂહ લગ્ન ઉત્સવનું નિયમિત આયોજન કરી સંસ્થા દ્વારા છેલ્લા ૨૩ વર્ષમાં મહેર જ્ઞાતિના અનેક દીકરા- દીકરીઓના લગ્ન કરાવી સામાજિક જાગૃતિનું અભિયાન ચાલી રહ્યું છે.
તારીખ ૧૬-૦૨-૨૦૨૫ના રોજ યોજાનારા મહેર જ્ઞાતિના સમૂહ લગ્ન ઉત્સવનું નોંધણી કાર્ય શરૂ થઈ ચૂકેલ છે. આ માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ કાર્યાલય, શ્રી મહેર વિદ્યાર્થી ભવન, એરપોર્ટ રોડ, માધવાણી કોલેજ સામે, શ્રી રામ પેટ્રોલ પંપની બાજુમાં, પોરબંદર મુકામે તારીખ ૩૧-૧-૨૦૨૫ સુધીમાં સવારે ૧૦-૦૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા દરમિયાન સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ગત વર્ષે ૨૦૨૪માં સાજણભાઈ દેવાભાઈ કેશવાલા પરિવાર યુકે તરફથી ૧૦ સમૂહ લગ્નનું સંપૂર્ણ અનુદાન આપવામાં આવેલ હતું. વર્ષ ૨૦૨૩માં સંસ્થા આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં જામનગરના રહેવાસી જેસાભાઇ મેરામણભાઈ કેશવાલા પરિવાર દ્વારા સમગ્ર સમૂહ લગ્નનું અનુદાન આપવામાં આવેલું હતું તેમ જ વર્ષ ૨૦૨૨માં પરડવાના રહેવાસી શ્રી દેવાભાઈ પરમાર પરિવાર દ્વારા સમૂહ લગ્ન ઉત્સવમાં જમણવારનું અનુદાન આપવામાં આવેલ હતું તેમજ નામી અનામી અસંખ્ય દાતાશ્રીઓએ પોતાનું બહુમૂલ્ય અનુદાન આપેલ હતું. આ વર્ષે પણ સંસ્થા આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં જ્ઞાતિના દાતાશ્રીઓને આ સમગ્ર સમૂહ લગ્નોત્સવ, કરિયાવર તેમજ જમણવાર અર્થે અનુદાન આપવા સંસ્થા દ્વારા નમ્ર આપીલ કરવામાં આવે છે. આ બાબતે વધુ માહીતી માટે સંસ્થાના પોરબંદર કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
સંસ્થા દ્વારા યોજાનારા મહેર જ્ઞાતિના આ સમૂહ લગ્નમાં દીકરીઓને જેટલો બને એટલો વધુ કરિયાવર આપવા અને સાથે સાથે સરકારશ્રીની યોજનાઓ સાતફેરા તથા કુંવરબાઈના મામેરા હેઠળ સહાય મળે તે માટે સંસ્થા દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવે છે. તેમજ નગરપાલિકામાંથી લગ્ન સર્ટિફિકેટની કાર્યવાહી સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે.
આવો આપણે સૌ ખોટા ખર્ચાઓ અને દેખાદેખીને ત્યજી જ્ઞાતિને સામાજિક વિકાસના પથ ઉપર આગળ લઈ જઈએ. સામાજિક જાગૃતિ સાથે સમૃદ્ધ પરિવાર અને સમાજની રચના કરીએ.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત સમૂહ લગ્ન ઉત્સવ ૨૦૨૫ ના આ આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈg ઓડેદરા, મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા, જીતેન્દ્રભાઈ વદર તેમજ ઉપપ્રમુખ અને સમિતિ અધ્યક્ષ અરજનભાઈ ખીસ્ત્તરીયા, ઉપપ્રમુખ તેમજ સમિતિ સહઅધ્યક્ષ નવઘણભાઈ મોઢવાડિયા તેમજ મુખ્ય કન્વીનર તથા ટ્રસ્ટી દેવાભાઈ ભૂતિયા, સહકન્વીનર દેવાભાઈ ઓડેદરા, બાબુભાઈ કારાવદરા, ભોજાભાઈ આગઠ અને હીરાબેન રાણાવાયા, સંસ્થાના કોષાધ્યક્ષ તેમજ ટ્રસ્ટી આલાભાઇ ઓડેદરા તેમજ મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયા, ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા તેમજ મહિલા મંડળના બહેનો અને સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ તથા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
સમૂહ લગ્નની વધુ માહિતી માટે સંસ્થાના પોરબંદર કાર્યાલય મહેર વિદ્યાર્થી ભવન, એરપોર્ટ રોડ, માધવાણી કોલેજ સામે, પોરબંદર ખાતે રૂબરૂ અથવા સંસ્થાના મોબાઈલ નંબર ૯૯૭૪૮ ૦૮૯૦૦ પર સંપર્ક કરી શકો છો.રિપોર્ટર વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.