બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત - At This Time

બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત


બીમારીથી કંટાળી બાબુભાઈ સોલંકીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પગના ગોળાનું ઓપરેશન કર્યા બાદ દુ:ખાવો સહન ન થતાં આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજને જણાવ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જૂનું જાગનાથ પ્લોટ જૈન દેરાસરની પાછળ ક્વાર્ટર્સમાં રહેતા બાબુભાઈ તુલસીભાઈ સોલંકી (ઉ.વ.40) નામના યુવાને ગઈકાલ બપોરના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ પરિવારને થતાં તુરંત 108 ને જાણ કરી હતી. 108 ની ટીમ બનાવ સ્થળે પહોંચી યુવાનને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
આપઘાત કરનાર યુવાનના પરિવારજને જણાવ્યું હતું કે બાબુભાઈને પગના ગોળામાં તકલીફ હોય જેથી પગનાં ગોળાનું ઓપરેશન કર્યુ હતું. જેનો દુ:ખાવો સહન ન થતાં કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image