બોટાદના કાનીયાડ ખાતે આયોજિત તાલીમ શિબિરમાં ભાગ લઇ ખેડૂતોએ મેળવી પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ માહિતી - At This Time

બોટાદના કાનીયાડ ખાતે આયોજિત તાલીમ શિબિરમાં ભાગ લઇ ખેડૂતોએ મેળવી પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ માહિતી


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપી રહ્યાં છે. પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉન્નત ભાવિના દ્વાર ખોલે અને એક તંદુરસ્ત ભાવિના નિર્માણ માટે આગળ વધે તે હેતુથી અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.
જે અન્વયે બોટાદ જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાનો સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ૫ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ખેતી અધિકારીશ્રી એચ.ડી.ચૌધરી તથા બાગાયત અધિકારીશ્રી રાઠોડનાં અધ્યક્ષસ્થાને બોટાદના કાનીયાડ ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી અને માર્ગદર્શન આપતી શિબિર યોજાઈ હતી. જેમાં ગ્રામ સેવક તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.