એક પેડ મા કે નામ ના સંકલ્પને સાકારિત કરવા જન્મ દિવસે વૃક્ષારોપણ ની અનોખી પહેલ. - At This Time

એક પેડ મા કે નામ ના સંકલ્પને સાકારિત કરવા જન્મ દિવસે વૃક્ષારોપણ ની અનોખી પહેલ.


(અજય ચૌહાણ દ્વારા)
પૃથ્વીએ આપણને હવા, પાણી માટી, ખનિજો, વૃક્ષો, પ્રાણીઓ, ખોરાક વગેરે જેવી જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે. એટલા માટે આપણે પ્રકૃતિને સ્વચ્છ અને સ્વસ્થ રાખવી જોઈએ. આ ઉદેશ્યથી મહંમદભાઇ પરમાર તેમજ શબીરશાહ પઠાણના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. તેમજ ગઢડા મુસ્લિમ સમાજના યુવા પર્યાવરણીય મિત્રો જાહિદભાઈ, શકિલભાઈ, ફરજુકભાઈ, આશિફભાઈ, મુનીરભાઈ, દ્વારા ગઢડા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પર્યાવરણનું જતન એ આજની જરૂરિયાત છે. આપણે પ્રકૃતિના પરના વર્તમાન અને ભવિષ્યના અવરોધો રોકવા અને ભાવિ પેઢીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે આપણે પૃથ્વીનું રક્ષણ કરવું પડશે. આપણી આસપાસ પક્ષીઓની સંખ્યામાં ખુબ ઘટાડો થઈ રહ્યો છે.એનુ મુખ્ય કારણ આપણે પક્ષીઓને અનુકૂળ વૃક્ષોનું સંરક્ષણ કરી શકવામાં નિષ્ફળ રહ્યા છે. કુદરતી રીતે વૃક્ષોમાંથી મળતો ખોરાક મળી રહે તે આશયથી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય એ જરૂરી છે પ્રાણી અને પક્ષીઓ પોતાનો ખોરાક મેળવી શકે અને આગામી ભવિષ્યમાં સમગ્ર જીવસૃષ્ટિ માટે મદદરૂપ બનીએ તેવા શુભ આશયથી ગઢડા ના યુવાન મહમદભાઈ પરમાર એ પોતાના જન્મદિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.