રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના MBBSના 200 વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ, કેમ્પસ કે હોસ્ટેલમાં પ્રવેશબંધી
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાંથી એક સાથે 200 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ચર્ચા જાગી છે. ગેરશિસ્ત અને બે જવાબદારી ભર્યું વર્તન કરવા બદલ આ વિદ્યાર્થીઓને 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ હાલ પીડીયુ મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. ત્યારે પીડીયુ મેડિકલ કોલેજના ડીને પરિપત્ર જાહેર કરી સસ્પેન્ડ સાથે કોલેજ કેમ્પસ તેમજ હોસ્ટેલમાં પણ પ્રવેશબંધી કરવામાં આવી છે.
ક્લાસરૂમમાં શિક્ષકોને હેરાન કરવા, મસ્તી કરવી તેમ જ અલગ અલગ કોમેન્ટ પાસ કરવા સહિતની અનેક ફરિયાદો ઉઠી હતી. આ મામલે પહેલા વિદ્યાર્થીઓને સમજાવવામાં પણ આવ્યા હતા પરંતુ તેમ છતાં કોઈ સુધારો ન આવતા કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને ફક્ત એક જ વિષયમાં સસ્પેન્ડ કરાયા છે જેથી તેઓ 15 દિવસ આવી નહીં શકે. પીએસએમ વિભાગના લેક્ચરમાં વિદ્યાર્થીઓએ શિસ્ત ભંગ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.