રાજકોટમાં દાયકાનો સૌથી ઠંડો દિવસ, ન્યૂનતમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું - At This Time

રાજકોટમાં દાયકાનો સૌથી ઠંડો દિવસ, ન્યૂનતમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું


ફરી વખત રાજકોટમાં પડ્યો આકરો ઠાર, નલિયામાં માત્ર 3 ડિગ્રી તાપમાન

2014 પછી પ્રથમ વખત પારો 7.3 ડિગ્રી નોંધાયો, નવો રેકોર્ડ બનવાની શક્યતા

રાજકોટ શહેરમાં બુધવારની સવાર આકરી ઠંડી સાથે શરૂ થઈ હતી. ન્યૂનતમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય કરતા 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું છે. જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય રહેતા બપોર સુધી ઠંડીમાં રાહત હતી જોકે સાંજના સમયે ફરી ઠાર પડતા પારો 19 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયો હતો. આ સાથે રાજકોટ સૌથી ઠંડું શહેર બન્યું છે. બીજી તરફ રાજ્યમાં સૌથી ઠંડું મથક દર વખતની જેમ નલિયા રહ્યું છે જ્યારે તાપમાન 3 ડિગ્રી નોંધાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.