પુનિતનગરમાં રહેતી 19 વર્ષીય યુવતીને બે-ત્રણ દિવસ અસહ્ય તાવ આવ્યા બાદ મોત, પરિવારમાં શોકનો માહોલ - At This Time

પુનિતનગરમાં રહેતી 19 વર્ષીય યુવતીને બે-ત્રણ દિવસ અસહ્ય તાવ આવ્યા બાદ મોત, પરિવારમાં શોકનો માહોલ


રાજકોટ શહેરના પુનિતનગરમાં 80 ફૂટ મેઇન રોડ પર આવેલા અવધમાં સોસાયટીમાં રહેતી 19 વર્ષની ફોરમને તારીખ 18 સપ્ટેમ્બર અસહ્ય તાવ આવતો હોવાથી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં સારવાર લીધા બાદ બીજા દિવસે સવારે તેમને રજા આપવામાં આવી હતી અને તારીખ 19મી સપ્ટેમ્બરના રોજ બપોરે ફરી તાવ આવતા યુવતીના પરિવારે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ફોરમ એકભાઈમાં નાની હતી. તેમના પિતાનું કોરોનાથી મૃત્યુ નીપજ્યું હતું. હાલ તે માતા કુંદનબેન સાથે રહેતી હતી. તેમજ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને સાથે સાથે સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરી પરિવારને મદદરૂપ થતી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.