જસદણના શિવરાજપુર ગામના સેજલબેન બી.એસ.એફ. ની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યા : કેસરિયો સાફો બાંધી શક્તિ રૂપેણ તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવ્યું - At This Time

જસદણના શિવરાજપુર ગામના સેજલબેન બી.એસ.એફ. ની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યા : કેસરિયો સાફો બાંધી શક્તિ રૂપેણ તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવ્યું


(રીપોર્ટ મુન્ના સાસકીયા)
આજે જોગા નુજોગ ઝાંસીની રાણી વિરાગના લક્ષ્મીબાઈ ના જન્મ દિવસ પ્રસંગે શિવરાજપુર ના ઝાંસીની રાણી જેવા સેજલબેન બી.એસ.એફ ની ટ્રેનીંગ પુરી કરી પોતાના વતન જસદણના શિવરાજપુર ગામે આવતા તેમના પરિવાર તથા શિવરાજપુર ગામ દ્વારા સેજલબેન ની ભવ્ય શોભા યાત્રા (રેલી) યોજાઈ હતી. સામૈયું કરી સન્માન સમારોહ યોજાયેલ જેમાં બોટાદ ના બહુમુખી પ્રતિમાં ધરાવતા અનેક સામાજિક ધામિર્ક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા સામતભાઈ જેબલીયા પોતાની ખુલ્લી ટુકડો જીપ લઈ શિવરાજપુર શોભાયાત્રામા (રેલીમાં) ગયેલ અને સામતભાઈ જેબલીયા ની ખુલ્લી ટુકડો જીપમાં સેજલબેન ને બેસાડેલ અને સામૈયા કરવામાં આવ્યાં હતા. નારી શક્તિ સેજલબેન ને રજવાડી કેસરિયો સાફો બાંધી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અપૅણ કરી રજવાડી ઠાઠથી વિષેસ સન્માન કરવામાં આવ્યું. તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.