વિરપુર તાલુકાના સારીયા ગામે તબેલામાં કોતરનુ પાણી આવી જતા ૭ જેટલા પશુઓના મોત,૬ પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા.... - At This Time

વિરપુર તાલુકાના સારીયા ગામે તબેલામાં કોતરનુ પાણી આવી જતા ૭ જેટલા પશુઓના મોત,૬ પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા….


મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં સતત ત્રણ દિવસથી ગાજવીજ અને ભારે પવન સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે તાલુકાના અનેક સ્થળે વૃક્ષો ધરાસયી થયા છે તો અનેક લોકોના મકાનો ધરાસયી થતા ઘર વિહોણા બન્યા છે જયારે વિરપુરમાંથી પસાર થતી લાવેરી નદીમાં પૂર આવતાં મહેમુદપુરાનો બ્રીજ અને દરગાહ જવાનો માર્ગ પર ધૂટણ સમા પાણી ફરી વળતાં થોડા કલાકો માટે બ્રીજ બંધ કરવો પડ્યો હતો લાવેરી નદીના પાણી વિરપુરની દૂધ મંડળી સહિત વિરપુરના નિચાણવાળા વિસ્તારો જેવા તલાવડી વિસ્તાર,તિલચોક, સરકારી દવાખાના, ભાથીજી મંદીર, મધુવન રેસીડેન્સી, વરધરા ગોકુલધામ સોસાયટી, અનેક વિસ્તારોમાં અનેક લોકોના ઘરોમાં થોડા કાલાકો સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે જનજીવન વ્યાકુળ બની જવા પામ્યું હતું તો બીજી તરફ તાલુકાના સારીયા ગામના મેડિયાના મુવાડા ખાતે ખાંટ દોલાભાઇ સાયભાઇના તબેલામાં અચાનક કોતરનુ પાણી તબેલામાં ફરી વળતાં ગાય-ભેંસ સહિત કુલ પાંચ જેટલાં પશુઓના મોત નિપજયાં હતાં તો બાકી છ જેટલા પશુઓ કોતરના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા તો બીજી તરફ સારીયા ગામના શેઠાના મુવાડા ખાતે પરમાર ડાહ્યાભાઈ સબુરભાઈના ઘર પાસે બાંધેલા ભેંસને કોતરપુરના પાણી ફરી વળતાં ભેંસનું મોત નીપજયું હતું તો વિરપુર વાછરડી પર ઝાડ પડતાં વાછરડીનુ મોત નીપજયું હતું આ સમગ્ર ઘટનાની જાણ તંત્રને થતા તાબડતોબ સારીયા ગામ ખાતે દોડી આવ્યું હતું અને પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી તરફ ભારે વરસાદથી વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો ધરાસયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તો ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા કોતરો છલકાઈ જતાં અનેક રસ્તાઓ થોડો સમય માટે બંધ રહ્યાં હતાં ત્યારે વિરપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસતાં તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.....

વિરપુર તાલુકામાં ૧૩ જેટલા મકાનો નુકશાની...
વિરપુર તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોને ભારે નુકસાની થઈ છે તાલુકાના ખરોડના જાંબુડી ગામે ૧- મકાન,સારીયાના ટેકરાના મુવાડા ગામે ૨- મકાન ૧ મંદિર,દાતલા ગામે ૨- મકાન, લીમરવાડા ગામે ૨ - મકાન,રતનકુવાના આસુંદરીયા ગામના કાચા ૪ - મકાન ,ભરોડી ૧- મકાન,વરધરા ૧- મકાનોને દિવાલ ધરાશાયી તો કેટલાક મકાનો જમીનદોસ્ત થયા હતા....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.