કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ” અંતર્ગત જિલ્લાની ટાસ્કફોર્સ કમિટી(NPCCHH)ની મીટીંગ યોજાઈ - At This Time

કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ” અંતર્ગત જિલ્લાની ટાસ્કફોર્સ કમિટી(NPCCHH)ની મીટીંગ યોજાઈ


(અસરફ જાંગડ દ્વારા)
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા પંચાયત ખાતે “કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ” અંતર્ગત જિલ્લાની ટાસ્કફોર્સ કમિટી(NPCCHH)ની મીટીંગ યોજાઈ હતી,જે અંતર્ગત એપીડેમિક મેડીકલ ઓફિસર દ્વારા હવાના પ્રદુષણની આરોગ્ય ઉપર થતી ટૂંકા ગાળાની અસરો જેવી કે માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, આંખોમાં બળતરા થવી, ખાંસી, સહીત અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં,વાતાવરણીય બદલાવ અને વધતાજતા તાપમાનની ગ્રીન હાઉસ ઉપર અસરો થાય છે. જેના કારણે મોડો વરસાદ, માવઠું, કૃષિ ઉપર વિપરીત અસર, ખેત ઉત્પાદન ઘટવું, વધુ પડતા રાસાયણિક ખાતરો અને દવાના ઉપયોગને કારણે માનવ આરોગ્ય ઉપર માઠી અસર જોવા મળે છે. જેને રોકવા માટે પ્રાકૃતિક અને બાગાયતી ખેતી ઉપર વિશેષ મહત્વ આપવાના હેતુથી ખેતીવાડી વિભાગ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા . સાથોસાથ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ગુણવત્તા અને જથ્થો જળવાઈ રહે તે અંગે વ્યવસ્થા થાય અને જરૂરી નિયંત્રણ પગલા લેવામાં આવે તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી,તેમજ ડીઝાસ્ટર શાખા સાથે સંકલનમા રહી હવામાનની આગાહી પ્રમાણે પૂર્વ તૈયારીઓ અને તેની પ્રચાર-પ્રસાર કરવા જિલ્લા વિકાસ અધિકારીશહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.