મનપાની લાપરવાહીથી પ્રહલાદ પ્લોટમાં 20ના બદલે 180 મિનિટ પાણી વિતરણથી થયો વેડફાટ
અનેક વિસ્તારોમાં 20 મિનિટ પણ પૂરતા ફોર્સથી પાણી મળતું નથી જ્યારે આ વિસ્તારમાં પાણી રસ્તા પર ફરતા થયા
જાગૃત નાગરિકે જાણ કરતાં અંતે તંત્ર હરકતમાં આવ્યું અને તાબડતોબ વાલ્વ બંધ કરાવ્યો
શહેરમાં પાણીનો બગાડ કરનાર શહેરીજન સામે મ્યુનિસિપલ કમિશનર પગલાં લઇને આકરા દંડ ફટકારે છે પરંતુ મહાનગરપાલિકાના સ્ટાફની જ લાપરવાહીથી અનેક વખત પાણીનો વેડફાટ થાય છે છતાં તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી, રવિવારે સવારે વોર્ડ નં.7ના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં નિયમાનુસાર 20 મિનિટને બદલે 180 મિનિટ સુધી પાણીનું વિતરણ થતાં પાણી રસ્તા પર ફરી વળ્યા હતા અને પાણીનો વેડફાટ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.