જસદણમાં રૂ.25 લાખના ખર્ચે જીલેશ્વરપાર્ક સુધી પેવરબ્લોકનું કામ કરાયું, લોકોમાં રાહત - At This Time

જસદણમાં રૂ.25 લાખના ખર્ચે જીલેશ્વરપાર્ક સુધી પેવરબ્લોકનું કામ કરાયું, લોકોમાં રાહત


સ્વચ્છતાના હેતુ સાથે ફૂટપાથ અને વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા પાલિકા દ્વારા ઉભી કરાઈ.

જસદણમાં રોકડીયા હનુમાનજી મંદિરથી લઈને જીલેશ્વરપાર્કની ગોળાઈ સુધીના રોડમાં ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાતા હતા. જેને લઈને રાહદારીઓ તેમજ આજુબાજુના લોકોમાં ભારે નારાજગી ઉઠવા પામતી હતી. જેથી જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, મ્યુનીસીપલ ઈજનેર સી.ડી.પટેલ, આસિસ્ટન્ટ એસ.બી.રાવલ અને બાંધકામ ઈજનેર મુકુલભાઈ મહેતા સહિતના અધિકારીઓએ નગરજનોને પડતી મુશ્કેલી તાત્કાલિક દુર કરવા માટે અને સ્વચ્છતાના હેતુ સાથે તાબડતોબ અંદાજે રૂ.25 લાખના ખર્ચે રોકડીયા હનુમાનજી મંદિરથી લઈને જીલેશ્વરપાર્કની ગોળાઈ સુધી પેવરબ્લોક નાખવાનું કામ શરૂ કરાવતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ પેવરબ્લોક ફીટ થતા રાહદારીઓને ચાલવા માટે અને વાહનચાલકો માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ બનશે. આ પેવરબ્લોક નખાયા બાદ જસદણના નગરજનોને ગંદકીમાંથી છૂટકારો મળશે અને સ્વચ્છતાના સતત દર્શન થતા રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.