ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મુછારની ઉપસ્થિતિમાં વેરાવળ એસ.ટી. ડેપોમાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ
ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મુછારની ઉપસ્થિતિમાં વેરાવળ એસ.ટી. ડેપોમાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ
-------------
વિદ્યાર્થીઓ, એસ.ટી.સ્ટાફ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં
સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ
-------------
ગીર સોમનાથ, તા.૧૭ : ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછારની ઉપસ્થિતિમાં વેરાવળ એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતગર્ત સફાઈ અભિયાનનો શુભારંભ કરાયો હતો.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સાર્થક બનાવવા વેરાવળ એસ.ટી.ડેપો ખાતે સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યાં હતાં. એસ.ટી.બસમાં મુસાફરી કરતા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે કે.કે.મોરી સ્કૂલના વિદ્યાર્થી તેમજ એસ.ટી.સ્ટાફ અને મહાનુભવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ હતી.
આ તકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઇ જાલોંધરા, વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર શ્રી દિલીપ શામળા, નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી બાદલ ભાઈ હુંબલ અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦ ૦૦ ૦૦૦ ૦૦ ૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.