જસદણના એક કર્મચારીનો અનોખો પર્યાવરણ પ્રેમ - At This Time

જસદણના એક કર્મચારીનો અનોખો પર્યાવરણ પ્રેમ


"સર્વે સુખી નો સંતુ સર્વે સંતુ નિરામયા" અર્થાત સર્વે સુખી થાઓ અને સર્વે નિરોગી રહો આ સૂત્રને અનુકરણ કરવા માટે આપણું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે આ સૂત્રને સાર્થક સાબિત કરતા જસદણના સરકારી હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા વિજયભાઈ વી મકવાણા હાલમાં સરકારી હોસ્પિટલ ફરજ પર આવે છે ત્યારે સાયકલ પર સવારી કરીને જ આવે છે. મહિનામાં ખૂબ જ વધુ વખત તે સાયકલ પર જ પોતાની ફરજ પર સમયસર પહોંચી જાય છે વિજયભાઈ મકવાણાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે એક મહિનામાં વધુને વધુ વખત સાયકલ લઈને જ ફરજ પર આવું છું. આ ઝડપી જમાનામાં વાહનોનો ખૂબ જ ઉપયોગ થતો હોવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા તત્વો ખૂબ જ વધી રહ્યા હોય જેથી વ્યક્તિ નું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેતું નથી. જીવનની વ્યસ્તતામાં માણસ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવી રહ્યો છે. તો વિજયભાઈએ જણાવેલ કે દરેક વ્યક્તિ જો વિજયભાઈ મકવાણા જેવું વિચારી અઠવાડિયામાં એક વખત જો સાયકલ લઈને પોતાના ધંધા નોકરી પર જાય તો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સારી જાગૃતિ આવી શકે છે.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.