RSETI લુણાવાડા ખાતે ૨૫ બહેનો માટે બી.સી.સખીની નિ:શુલ્ક તાલીમનો પ્રારંભ કરાયો - At This Time

RSETI લુણાવાડા ખાતે ૨૫ બહેનો માટે બી.સી.સખીની નિ:શુલ્ક તાલીમનો પ્રારંભ કરાયો


લુણાવાડા બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે ૨૫ બહેનો સાથે બી.સી. સખી (વ્યવસાય સંવાદદાતા) ની નિ:શુલ્ક તાલીમનો પ્રારંભ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, સંસ્થાના ડાયરેક્ટર વિશાલ અગ્રવાલ અને તાલીમમાં ભાગ લેનાર બહેનો દ્વારા દીવા પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ બહેનો તાલીમ લીધા બાદ પોત પોતાના ગામોમાં બી.સી પોઈન્ટ્સ ચલાવી શકશે તેમજ તાલીમમાં તમામ બહેનોને નિ:શુલ્ક ચા, નાસ્તો અને ભોજન આપવામાં આવે છે. બહેનોને આ ૬ દિવસીય તાલીમ તદ્દન નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. આ તાલીમ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના સહયોગથી હાથ ધરવામાં આવી રહી છે અને તે જિલ્લાની અગ્રણી બેંક, બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.