હવે સિવિલમાં થશે હૃદયરોગની સારવાર
મુખ્યમંત્રીએ કેથલેબનું કર્યું લોકાર્પણ : એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી અને પેસમેકરની સુવિધા વિનામૂલ્યે મળશે
બે નિષ્ણાત તબીબ આપશે સેવા : ગરીબી રેખાથી ઉપર આવતા લોકોને પણ નજીવા દરે સુવિધા મળશે
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. આ હોસ્પિટલમાં વર્ષોથી હૃદયરોગની સારવાર માટે સુવિધા ઊભી કરવા માટે માંગ થતી આવી છે. જોકે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે અને સ્ટાફની અછતને કારણે શક્ય બન્યું ન હતું. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં PMSSY અંતર્ગત બનેલા નવા બિલ્ડિંગમાં કેથલેબ બનાવાઈ છે અને તેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરતા હવે સૌરાષ્ટ્રના મધ્યમ વર્ગના લોકોને હૃદયરોગની મોંઘી સારવારમાંથી રાહત મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.