સ્વચ્છતા હિ સેવા અંતર્ગત ધંધુકા નગરપાલિકા દ્વારા ઠેર ઠેર નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું.
સ્વચ્છતા હિ સેવા અંતર્ગત ધંધુકા નગરપાલિકા દ્વારા ઠેર ઠેર નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં સ્વછતાને ધ્યાને લઇ સમગ્ર ધંધુકામાં ઠેર ઠેર જઈને નુક્કડ નાટકનું આયોજન કરી પ્રજાને સ્વછતા વિશેની જાણકારી પુરી પાડવામાં આવી હતી.જેના થકી શહેરની જનતાને સ્વચ્છતા વિશે અવરનેસ થાય.શહેરના વિવિધ વિસ્તારો જેવા કે
૧.આંબેડકર ચોક
૨. બિરલા સર્કલ
3. ધંધુકા એસટી બસ સ્ટેન્ડ
4. શ્રી ડી એ વિદ્યામંદિર
5. શ્રી ચુડાસમા રાજપૂત સમાજ બોર્ડિંગમાં વગેરે જગ્યાએ નુક્કડ નાટકો ભજવીને વિદ્યાર્થીઓ તથા લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે માટે નાટકો ભજવાયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર રહ્યા તથા નગરપાલિકાનું અન્ય સ્ટાફ પણ હાજર રહ્યો તેમજ શ્રી ડી. એ. વિદ્યામંદિર ખાતે ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા વિશે સમજણ આપવામાં આવી હતી.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.