28 બુકીના 24 કરોડના વ્યવહારો ખુલ્યા, મની લોન્ડરિંગનો પણ ગુનો નોંધાશે - At This Time

28 બુકીના 24 કરોડના વ્યવહારો ખુલ્યા, મની લોન્ડરિંગનો પણ ગુનો નોંધાશે


રાકેશ રાજદેવના ભત્રીજા સહિત છ મુખ્ય બુકીની તપાસમાં ક્રાઇમ બ્રાંચને મળી ચોંકાવનારી વિગતો

બે આઇડીમાંથી પેટા બુકીના નામ ખુલ્યા બાદ હવે હજારો પન્ટરોની વિગતો પણ બહાર આવશે

શહેરમાંથી બે દિવસ પહેલાં રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે મંગળવારે ભાંડાફોડ કરેલા મસમોટા ક્રિકેટ સટ્ટાની તપાસની તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાથમિક તપાસમાં બે માસ્ટર આઇડીમાંથી અધધ 24 કરોડના વ્યવહાર થયાનું અને બંને આઇડીમાં સોદા નાંખનાર 28 ગ્રાહકના નામ તપાસમાં ખુલ્યા છે.ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલ સહિતની ટીમે ચોક્કસ માહિતીના પગલે એસ્ટ્રોન ચોક પાસેથી સુકેતુ ભૂતા, હનુમાનમઢી પાસેથી ભાવેશ ખખ્ખર અને નવાગામમાંથી નિશાંત હરેશ ચગ નામના બુકીને તેમની ઓફિસમાંથી રૂ.11.65 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.