*અમદાવાદ ખાતે ૩૫ દિવસ સુધી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાશે*
*અમદાવાદ ખાતે ૩૫ દિવસ સુધી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાશે*
_આ મહોત્સવમાં ધર્મ અને સંસ્કૃતિ નો યાદગાર સમન્વય રચાશે_
વિરાટ વ્યક્તિત્વ અને સંતપણા ની સ્મૃતિ ઉજાગર થશે
તાજેતરમાં બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ BAPS સંસ્થા ના દિવંગત વડા અને પૃથ્વી ઉપર ઐતિહાસિક અભૂતપૂર્વ કાર્યો ના પ્રણેતા પ્રમુખ સ્વામી મહારાજ ના શતાયુ વર્ષ નિમિત્તે પ્રમુખ સ્વામી શતાબ્દી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. આ શતાબ્દીને યાદગાર બનાવવા માટે આગામી સમયમાં અમદાવાદ ખાતે 35 દિવસ સુધી લાખો હરીભક્તો નાં સાંનિધ્યમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવશે.
આ શતાબ્દી મહોત્સવ ની પૂર્વ તૈયારીઓ સંદર્ભે બોટાદ ખાતે ભાવનગર રોડ સ્થિત બી.એ.પી.એસ. મંદિરમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં પ્રમુખ સ્વામી મહારાજ ના સાધુપણા અને નિર્મોહી - નિર્માની વ્યક્તિત્વ ના પ્રેરક પ્રસંગો અને કાર્યો ની ઝલક દર્શાવી આગામી યોજાનાર શતાબ્દી મહોત્સવ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સંસ્થા ના વરિષ્ઠ સંતો વિનમ્રસેવા સ્વામી તથા જ્ઞાનવિજય સ્વામીએ ખૂબજ રસપ્રદ રીતે સંસ્થા અને પ્રમુખસ્વામી મહારાજ ના વિરાટ કાર્યો ની ઝલક આપી દેશ વિદેશમાં ધર્મ અને સંસ્કૃતિ માટે, પરોપકાર થકી સમાજ ના ઉધ્ધાર માટે એક વિરાટ વ્યક્તિત્વ ના માધ્યમથી લોકોના હૃદય પરિવર્તન અને પરોપકાર ના કાર્યો થકી કિર્તીમાન બી.એ.પી.એસ. સંસ્થા અને પ્રમુખસ્વામી મહારાજની પરંપરા થી અવગત કરી આગામી તારીખ ૧૫ ડીસેમ્બર ૨૦૨૨ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી અમદાવાદ ખાતે ચાલનારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માટે સર્વત્ર સકારાત્મક ઉર્જા ફેલાવવા અને જોડાવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ૩૫ દિવસ સુધી ચાલનારા આ મહા મહોત્સવમાં દેશ વિદેશ થી લાખો લોકો જોડાશે. તેમજ આધ્યાત્મ અને ટેકનોલોજી ના સુભગ સમન્વયથી જીવ માત્ર ના કલ્યાણ અને શાંતિ માટેના સિધ્ધાંતો ના મૂલ્યવાન વિચારો અને કાર્યો અસંખ્ય લોકો ને પ્રેરણા પૂરી પાડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.