ખેલકુદ કરતી કું વિધિ માવાણી માટે દરિયાદિલી સ્પોન્સર બનતા સુરત ના શ્રી ચુનીભાઈ ગજેરા
ખેલકુદ કરતી કું વિધિ માવાણી માટે દરિયાદિલી સ્પોન્સર બનતા સુરત ના શ્રી ચુનીભાઈ ગજેરા
સુરત કું વિધિ માવાણી પાવર લિફ્ટર ચેમ્પિયન ગોલ્ડ મેડાલીસ્ટ બની પરંતુ દોસ્તો કોમ્પીટીશન માં ભાગ લેવા નો ખર્ચ તેના પિતાએ કઈ રીતે ભેગા કર્યા તે જાણી ને બહુ નવાઈ ની વાત કહી શકીએ..
સાંભળજો મિત્રો વિધિ માવાણી ના પિતાએ વ્યાજે પૈસા લઈને કોમ્પીટીશન માં ભાગ લેવડાવ્યો.. હવે નેશનલ લેવલે ભાગ લેવડાવવાના પૈસા નહોતા છતાં હિમંત રાખી થોડા સમય પહેલા ઇન્ટરવ્યુ લેનાર મહેશ ભુવા નો સંપર્ક કરતા થઈ ગયો હાશકારો અને વિધિ માવાણી થઈ ખુશખુશાલ...
નાજુક પરીસ્થીતી વચ્ચે જીવન પસાર કરતા ઓધવજીભાઈ માવાણી અને તેમના અપંગ પત્નીની દીકરી વિધિ માવાણી પાવર લિફ્ટર ચેમ્પિયન ગોલ્ડ મેડાલીસ્ટ ટુંક સમય માં નેશનલ માં ભાગ લેવા જઈ રહી છે જેમનો સંપૂર્ણ ખર્ચ તેમના પિતા ઉઠાવી શકવા સક્ષમ ન હોવાથી મહેશભાઈ_ભુવા પ્રમુખ સેવક હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત એ શ્રી ચુનીભાઈ ગજેરા ને આ દીકરીને આગળ લાવવા માટે સહયોગ આપવા ભલામણ કરી જેથી સેવાભાવિ શ્રી ચુનીભાઈ ગજેરા તેમના આ ખર્ચ ના સ્પોન્સર થઈ ગયા છે ત્યારે વિધિ માવાણી ખુબ ખુશ થઈ ગઈ છે સેવાભાવી મહેશભાઈ ભુવા અને દાતાશ્રી ચુનીભાઈ ગજેરા ને ખુબ ખુબ અભિનંદન સહ લાખ લાખ વંદન.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.