રાજકોટમાં ઇમ્પેક્ટ ફીના નામે સ્કૂલ-કોલેજો તેમજ હોસ્પિટલોને ડોમ બાંધવા છૂટોદોર આપ્યો’તો; મનપા 80 જેટલા ડોમ તોડશે
રાજકોટનાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાનાં એક પછી એક કાળાં કરતૂતો સામે આવી રહ્યાં છે. ત્યારે સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં ઇમ્પેકટ ફીનાં નામે સ્કૂલો અને કોલેજો તેમજ હોસ્પિટલોને ડોમ બાંધવાનો છૂટોદોર અપાયો હોવાનું સામે આવ્યું છે. હાલ 80 જેટલા સ્કૂલ-કોલેજો અને હોસ્પિટલ બિલ્ડિંગોમાં ડોમ બાંધ્યા બાદ ઇમ્પેક્ટ ફી ભરાઈ હોવાનું ખૂલ્યું છે. જેને લઈને હવે મનપા તંત્ર દ્વારા આવા તમામ જોખમી બાંધકામો માટે ભરાયેલી ઇમ્પેક્ટ ફી પરત કરી બાંધકામો હટાવવામાં આવનાર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.