અમરેલી જિલ્લા પંચાયત નાં ત્રણ જિલ્લા ૩૦ ગ્રામ્ય ને જોડતા માર્ગ ઉપર પુલ બનાવવા (મામા) નું તંત્ર કેટલા વર્ષ પ્રજા ને મામા બનાવશે ? કેટલાય સાંસદ ધારા સભ્યો આવ્યા ને ગયા પણ કોઈ માઈનો લાલ બેઠા કોઝવે ઉપર પુલ નું ખાતમહુર્ત કર્યું નથી
આવ ભાઈ હરખા આપણે બેઉ ભાઈ સરખા. અમરેલી જિલ્લા પંચાયત નાં ત્રણ જિલ્લા ૩૦ ગ્રામ્ય ને જોડતા માર્ગ ઉપર પુલ બનાવવા (મામા) નું તંત્ર કેટલા વર્ષ પ્રજા ને મામા બનાવશે ?
કેટલાય સાંસદ ધારા સભ્યો આવ્યા ને ગયા પણ કોઈ માઈનો લાલ બેઠા કોઝવે ઉપર પુલ નું ખાતમહુર્ત કર્યું નથી
દામનગર શહેર માંથી પસાર થતા ત્રણ જિલ્લા નાં અસંખ્ય ગ્રામ્ય ને જોડતા બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા ભાજપ હોય કે કોંગ્રેસ
અસંખ્ય સાંસદ અને ધારા સભ્ય આવ્યા ને ગયા પણ કોઈ માઈ નો લાલ આનું ખાતમ્હુર્ત કર્યું નથી
અમરેલી જિલ્લા પંચાયત નાં માર્ગ મકાન હસ્તક નાં રિબન ડેવલોપમેન્ટ નાં રસ્તા ઉપર ત્રણ અમરેલી ભાવનગર બોટાદ જિલ્લા નાં ૩૦ જેટલા ગ્રામ્ય ને જોડતા માર્ગ ઉપર બેઠા કૉઝવે ઉપર વર્ષો થી અવાર નવાર લેખિત માંગણી ઓ છતાં પુલ બનતો નથી અમરેલી જિલ્લા પંચાયત નું (મામા) નું તંત્ર વર્ષો થી પ્રજા ને મામા બનાવી રહ્યું છે હંસાબેન પીઢડીયા વખત થી સર્વે નાં નામે વર્ષો વર્ષ માંગણી અંગે ઉઘરાણી કરાય ત્યારે ધારાસભ્ય શ્રી લેવાય ગયો છે આયોજન માં તેવું સરસ ખુશી કરતા સમાચાર આપે આવું વર્ષો થી ચાલે છે ભાજપ હોય કે કોંગ્રેસ આવ ભાઈ હરખા આપણે બેઉ ભાઈ સરખા વર્ષો થી બેઠા કોઝવે ઉપર પુલ બનાવવાની વાતો કરાય છે પણ કોઈ માઈનો લાલ આ પ્રાથમિક સુવિધા નું ખાતમ્હુર્ત કરતું નથી અમરેલી જિલ્લા નાં ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ એમ ત્રણ ગામ બોટાદ જિલ્લા નાં ગઢડા સ્વામી નાં વિકળીયા ભાવનગર જિલ્લા નાં લાખાવડ હડમતિયા સરકડિયા ભૂતિયા જરિય પીપરડી સહિત સિહોર ઉમરાળા તાલુકા નાં અનેક ગામડા ની સતત અવર જવર ધરાવતા અમરેલી જિલ્લા પંચાયત નાં દામનગર શહેર માંથી પસાર થતા આ રોડ ઉપર ચાલતા વરસાદી પાણી થી અવરજવર સદંતર બંધ રહેવા પામે છે ત્યારે વિકાસ નાં નામે ગંદી રાજનીતિ કેટલા વર્ષો ચાલશે ? પ્રજા નાં પૈસા પોળા થતા નેતા ત્રીસ જેટલા ગ્રામ્ય ને જોડતા આ બેઠા કોઝવે ઉપર પુલ નું ખાતમહુર્ત કરે
દામનગર શહેર થી બહાર નીકળતા ઠાંસા રોડ મફત પ્લોટ સહિત ત્રણ જિલ્લા નાં ત્રીસ જેટલા ગ્રામ્ય અને અંસ્ખ્ય ખેડૂતો એ વરસાદ નાં ચાલતા પાણી માં અવરજવર ન થઈ શકે તેવી સ્થિતિ વર્ષો થી ભોગવે છે તોય વિકાસ ? પ્રાથમિક સુવિધા પણ આપી ન શકતા વામણા નેતા ઓ વિકાસ વિકાસ વાતો અને ફોટા પ્રસિદ્ધિ ઓમા ઊંચા નથી આવતા લોકો ને પ્રાથમિક સુવિધા માટે કેટલા વર્ષો લબડવાનું ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.