ગાંધીધામ રાધનપુર હાઈવે પર ચિત્રોડ લાકડિયા વચ્ચે બોલેરો અને એસ.ટી વચ્ચે અકસ્માત બંને વાહનો 30 મીટર દૂર ખાડામાં ગયા , - At This Time

ગાંધીધામ રાધનપુર હાઈવે પર ચિત્રોડ લાકડિયા વચ્ચે બોલેરો અને એસ.ટી વચ્ચે અકસ્માત બંને વાહનો 30 મીટર દૂર ખાડામાં ગયા ,


રાપર ડેપોથી બપોરના એક વાગે ના સમયે ઉપડતી રાપર- રાજકોટ -જૂનાગઢ રૂટની એસટી બસનો ચિત્રોડ નજીક પાવર હાઉસ પાસે સામેથી રોંગ સાઈડમાં ચડી આવેલી બોલેરો સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 15થી 20 લોકોને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા લોકોને સારવાર માટે સામખીયારી અને ભચાઉ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં પાંચ થી છ ઘાયલોની હાલત ગંભીર હોવાથી સારવાર માટે સામખીયારી ભચાઉ દાખલ કરવામાં આવ્યા હતા
અકસ્માત અંગે મળેલી પ્રાથમિક વિગતો મુજબ રાપરથી બપોરે એક વાગ્યે ઉપડતી રાપર જૂનાગઢ એસટી બસ ચિત્રોડ ગામ પસાર થઈ લાકડીયા હાઇવે ઉપર આવેલ પાવર હાઉસ શિવલખા પાટિયા નજીક પહોંચી હતી. ત્યારે સામેની સાઈડના બીજા રોડ પરથી આવી રહેલી બોલેરો જીપના ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા જીપ ડીવાઈડર કૂદી રોંગ સાઈડમાં આવી ગઈ હતી, અને ધડાકા સાથે એસટી બસ સાથે અથડાઈ હતી. જેના કારણે બસ રોડથી પરથી ઉતરી જઈ ડાબી તરફ બાવળની જાડી અંદર દૂર સુધી પહોંચી ગઈ હતી.
આ અકસ્માતમાં બસ અને જીપમાં સવાર 15થી 20 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જેથી ઘાયલોને 108 એમ્બ્યુલન્સમાં પ્રથમ રાપર સહયોગ આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતાં જ્યાં 15 થી વધુ લોકોને સારવાર આપવામાં આવી હતી જેમાં પાંચ થી છ ઘાયલોને સારવાર માટે સામખીયારી અને ભચાઉ રિફર કરવામાં આવ્યા હતા અકસ્માત થતા બોલેરો ગાડીનાં ફુરચા ઉડી ગયાં હતાં અને બંને વાહનો રોડ થી ત્રીસ મીટર દુર સુધી બાવળોની ઝાડીમાં ફંગોળાયા હતા. ઘાયલોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માત ની જાણ થતાં ગાગોદર પીએસઆઇ ડી.આર.ગઢવી તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મા ધાયલ લોકો ને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.