ચંદન સ્પર્શ, થાઇ સ્પા તેમજ રોયલ ટચ થાઇ સ્પા ના માલીક વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરતી એસ.ઓ.જી. અરવલ્લી
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી, વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા શ્રી શૈફાલી બારવાલ, સાહેબ પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસાનાઓની સુચના અને માર્ગદર્શન આધારે તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી દ્વારા વિવિધ જાહેરનામાં બહાર પાડેલ હોઇ જે અનુસંધાને પોલીસ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સી.એફ.રાઠોડ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના માણસોએ મોડાસા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસ તથા સ્પા ની ચેકીંગ હાથ ધરેલ, તે દરમ્યાન સ્પા માં જીલ્લા મેજી.સા.ના જાહેરનામા મુજબ ગ્રાહકોનું રજી.નિભાવેલ ન હોઇ તેવા *ચંદન સ્પર્શ થાઇ સ્પા તેમજ રોયલ ટચ થાઇ સ્પા' માં તપાસ કરતાં ગ્રાહકોનું રજીસ્ટર યોગ્ય રીતે નિભાવેલ ન હોઇ અને જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના ચાલતા જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી બંને સ્પા ના માલીકો વિરૂધ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જી.પી.એક્ટ કલમ.૧૮૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરવમાં આવેલ છે.
હસ્તગત કરેલ આરોપી
(૧) સંજય રમેશભાઇ પટેલ ઉ.વ.૨૨ રહે. માંડલી, તા.શીમલવાડા, જી.ડુંગરપુર (રાજસ્થાન) મો.નં.૮૧૬૦૫૯૨૯૩૭
(૨) રૂપસિંહ ખુમાનસિંહ જોતાવત ઉ.વ.૫૫ રહે.હાલ.મોડાસા, એલ-૩૦૨, દેવરાજ સીટી, બાયપાસ રોડ, તા.મોડાસા, જી.અરવલ્લી મૂળ રહે.નયા ખેડા (ચાવડ), તા.માવલી, જી.ઉદેપુર (રાજસ્થાન)
વોન્ટેડ આરોપી
(૧) જયેશ દલાભાઈ પટેલ રહે.માંડલી (જેઠોલા) તા.સીમલવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન)
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.