માર્કેટીંગ યાર્ડ પાસે પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત - At This Time

માર્કેટીંગ યાર્ડ પાસે પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત


માર્કેટીંગ યાર્ડ પાસે અંબીકા વેલ્ડીંગની બાજુમાં 31 વર્ષીય પરીણિતાએ પોતાના ઘરે જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ માર્કેટીંગ યાર્ડ પાસે બજરંગ ફર્નીચર પાસે રહેતી સપનાબેન પ્રદીપભાઈ પરમાર (ઉ.31) નામની પરિણીતાએ ગઈકાલે છતના હુંકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે પરીવારજનોને જાણ થતા 108ને જાણ કરી હતી. દોડી આવેલ 108ની ટીમે પરીણિતાને તપાસી મૃત જાહેર કરેલ હતી. બનાવ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ મૃતકને સંતાનમાં એક પુત્ર -પુત્રી છે. બનાવ અંગે પરીવાર પણ અજાણ હોવાનું રટણ કયુર્ં હતું. બનાવથી પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.