તા.૧૦/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે અમાસની ઉજવણી - At This Time

તા.૧૦/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે અમાસની ઉજવણી


સૌરાષ્ટ્રની પ્રખ્યાત અને જગ વિખ્યાત એવી દેહાણ પરંપરાની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે આવતી તા.૧૦/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ અમાસ છે ત્યારે પાળીયાદ જગ્યાના લાખો શ્રઘ્ધાળુ ભક્તો આ દિવસની રાહ જોઈ રહ્યા હોય છે.ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળનાથના દર્શન અને માથું ટેકવવા અને જગ્યાના ગાદીપતિ નિર્મળાબા ઉનડબાપુના દર્શન તેમજ ધજાજીને નમન કરવા સૌરાષ્ટ્ર ભર માંથી વિહળ પરિવાર સેવક સમુદાય ઉમટી પડે છે અને પ્રભુ પાસે પોતાની માનતા અને પ્રાર્થના કરે છે.પાળીયાદ જગ્યામાં વર્ષોથી અમાસ ના દર્શનનું ખુબજ મહત્વ છે અને સેવક સમુદાય નો લોક-મેળો ભરાય છે.સહું ભક્તો ભજન ભોજનના હરિહર કરી અને જય સિયારામ જય વિહળાનાથના નાદ સાથે આનંદ પ્રમોદથી આખો દિવસ અહીં વિતાવી ને રવાના થાય છે.આવતી અમાસના પવિત્ર દિવસે તા.૧૦/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ પાળીયાદ જગ્યા ખાતે સવારે ૧૦:૦૦ કલાકે ઝાલાવાડના વાંકાનેર સ્ટેટના રાજવી પરિવારના શ્રીમાન કેસરીદેવસિંહજી ઝાલાને તાજેતરમાં ભારત સરકાર દ્વારા રાજ્યસભાના સાંસદ તરીકે નિમણુક કરેલ હોય એના અનુસંધાને પાળિયાદ જગ્યાના મહંત નિર્મળાબા ઉનડબાપુના આશીર્વચન તેમજ જગ્યાના સંચાલક એવા ભયલુબાપુના હસ્તે સત્કાર સન્માન કાર્યક્રમનું આયોજન રાખેલ છે.જેમાં સમસ્ત ગુજરાત પ્રદેશ ના તમામ ક્ષત્રિય સમાજ ન સામાજિક અને રાજકીય વડીલ આગેવાનો તેમજ યુવા આગેવાનો સહિત પાળીયાદ ગામના મોભીઓ તેમજ વિહળ પરિવાર સેવક સમુદાય ના વડીલો-યુવાનો સહિત તમામ લોકો દ્રારા ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ ભેટ સોગાત અને સાલ ઓઢાડી તેઓનું શાબ્દીક સત્કાર સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે તો તમામ ને જાહેર નિમંત્રણ પણ પાઠવવામાં આવેલ છે.
અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.