*દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચામુંડા ડુંગરની તળેટી, ચોટીલા ખાતે પતંગોત્સવ યોજાયો*
ચોટીલા બી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે,સમગ્ર શિક્ષા, જિલ્લા પ્રોજકેટ કચેરી, સુરેન્દ્રનગર અને IED શાખાના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી. ભવન, ચોટીલા દ્વારા ચોટીલા તાલુકામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચામુંડા ડુંગરની તળેટી, ચોટીલા ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગોત્સવમાં કુલ ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને ૬૦ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓને પતંગ, દોરી, ચીકી, મમરાના લાડુ, શેરડી અને બોર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટના મહંતશ્રી અતુલગીરી બાપુ, રાજગીરી બાપુ તથા જયગીરી બાપુ તેમજ જિલ્લા IED કો-ઓર્ડિનેટર સુરેશભાઈ શ્રીમાળી, બી.આર.સી. કો-ઓર્ડિનેટર પ્રકાશભાઈ પરમાર, બોરીયાનેશ પ્રા. શાળાના આચાર્ય રમેશભાઈ બડમલિયા તથા તમામ સ્પેશિયલ એજયુકેટરશ્રીઓ અને વિશિષ્ટ શિક્ષકશ્રીઓ હાજર રહ્યા હતા તેમ યાદીમાં જણાવાયું છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.