પોરબંદરના ગોસા(ઘેડ) ગામે દિપડોએ વાછરડનુ મારણ કરતાં ભયનો માહોલ - At This Time

પોરબંદરના ગોસા(ઘેડ) ગામે દિપડોએ વાછરડનુ મારણ કરતાં ભયનો માહોલ


પોરબંદરના ગોસા(ઘેડ) ગામે દિપડોએ વાછરડનુ મારણ કરતાં ભયનો માહોલ*

મમાઈ હોટલેથી ઈગ્લીશ કુતરીનું મારણ કરીને ગોસા ગામે આવી વાછરડીનું મારણ કરી ત્યાં જ બાજુમાં મિજબાની કરી

બરડા ડુંગરમાં વસવાટ કરતા દિપડા અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. ત્યારે પોરબંદરનાં ગોસ(ઘેડ) ગામે મંગળવારે રાત્રીના દિપડો આવી પહોંચ્યો હતો અને ગોસા(ઘેડ)થી થોડે દુર આવેલ નેશનલ હાઈવે રોડ પર આવેલ મમાઈ હોટલેથી પાલતુ ઈગ્લીશ કુતરીનુ મારણ કર્યાબાદ મિજબાની કરી ત્યાથી ગોસા(ઘેડ) ગામે આવી પ્રાથમિક શાળા વિસ્તારમાં ગૌશાળાની સામે દરરોજ રાત્રીના ગાયો અને વાછરડાંઓને ચારો નાખતાં હોય તેથી રાત્રીના ત્યાં બેસતાં હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના દિપડો આવીને એક વાછરડીનું મારણ કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ પંથકમાં દિપડાની રંજાળ સામાન્ય બની ગઇ છે. તેમ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. ત્યારે ગોસા (ઘેડ) ગામે ગત રાત્રીના તા.૧૪/૦૫/૨૦૨૪ ના એક દિપડાએ મુકામ કર્યું છે. અને વાછરડાંનુ મારણ કરેલ છે. બરડા ડુંગરમાંથી વિહરતા વિહરતા તે છેક પોરબંદર અને હવે તો ગ્રામ્યપંથકમાં ગામની સીમમાં અને ગામમાં પણ હવે પહોંચી જાય છે. ત્યારે ગોસા(ઘેડ) ગામે પાદરમાં નિશાળની બાજુમાં ગૌશાળાની સામે વાછરડીનુ મારણ કર્યાં બાદ ગામની બાજુમાં આવેલ પડતર ખાણો તરફ ગયો હોવાનું જાણવા મળી રહ્યુ છે દિપડાએ ગોસા(ઘેડ) ગામમાં મુકામ કરતા જ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હજુ વધુ પશુઓનાં મારણ કરે તે પૂર્વે આ દિપડાને વન વિભાગ પાંજરે પુરે તેવી રજુઆત ગોસા બીટના ફોરેસ્ટ હિતેશભાઈ ને ગોસા(ઘેડ) ના સામાજીક કાર્યકર અને પત્રકાર વિરમભાઈ આગઠે કરતાં આજે ગોસા(ઘેડ) ગામે ફોરેસ્ટ ગાર્ડ મહેકભાઈ મકવાણા અને ટ્રેકર જેઠાભાઈ ઓડેદરાએ આવીને મારણ કરેલ જગ્યાનું નિરિક્ષણ કરી દિપડાને પકડી પાડવાની અને પાંજે પુરવાની કવાયત હાથ ઘરી હતી.
અત્રે યાદ આપવુ ઘટે કે ગોસા(ઘેડ) પંથકમાં દિપડાનો રંજાડ અવારનવાર જોવા મળે છે. ગત ૧૨/૦૨ ના રોજ ગોસા(ઘેડ) ના ટુકડા ગામે એક સાથે ત્રણ ત્રણ પશુઓના મરણ કરેલા હતા. અને ત્યારે પણ વિરમભાઈએ ફોરેસ્ટર હિતેશભાઈ માળીયાને ફોન કરી ને જાણ કરતાં તુરંત તેઓએ જાતે આવી તપાસ હથા ધરી ને તુરંત અનુભવના આધારે પાંજરૂ ગોઠવવતાં ચાલાક દિપડાને પાંજરે પુરવાની સફળતા પુર્વક કામગીરી કરી હતી.અને ત્યાર બાદ ગોસ(ઘેડ) ગામે ગત ૨૪/૨ ના રોજ ગોસા મહેર સમાજના લોકાર્પણ ના કાર્યક્રમ વખતે પણ દિપડાએ દેખા દીધી હતી. ત્યારબાદ લાબા વિરમ પછી ગત રાત્રે ફરી ગોસા(ઘેડ) ગામે દિપડાએ આવી એક વાછરડાનૂ મારણ કરેલ હોય ગ્રામજનોમાં ભયનો માહોલ છ્વાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.