રાધનપુર પોલીસ પરીવાર દ્વારા શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ યોજાયો…
પાટણ..
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..
રાધનપુર પોલીસ પરીવાર દ્વારા શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ યોજાયો...
આયોજિત યજ્ઞનાં મુખ્ય યજમાન પદે રાધનપુરના Dysp ડી.ડી ચૌધરી દ્વારા અરણી ફેરવીને જ્યોત પ્રાગટ્ય કરી યજ્ઞનો પ્રારંભ કર્યો હતો.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ લાઈન ખાતે શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં પાવનકારી પ્રથમ દિવસે પોલીસ લાઇન ખાતે માં અંબાજીના સાનિધ્યમાં પાવન અવસરે યજ્ઞ,ગણપતિ પૂજન,મંડપ પ્રવેશ, જલયાત્રા અને સાંચ આરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મંગળકારી દ્વિતીય દિવસે પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા માં અંબાજીના સાનિધ્યમાં સ્થાપિત દેવોનું પ્રાતઃ પૂજન , શોભાયાત્રા અને બપોરે 12.39 કલાકે પ્રતીષ્ઠા , ધ્વજારોહણ, શ્રીફળ હોમ બાદ પૂર્ણાહુતિ કરાઇ રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાધનપુર પોલીસ કર્મચારીઓ દ્વારા આયોજિત યજ્ઞમાં પાંચ યજમાનોમાં મુખ્ય યજમાન તરીકે રાધનપુરના (Dysp) ડીવાયએસપી ડી.ડી ચૌધરી મુખ્ય યજમાન પદે રહ્યા હતા. તેમજ અન્ય યજમાનો માં પોલીસ કર્મચારીઓમાં સુરેશભાઈ પ્રજાપતિ, લખનભાઈ, લક્ષ્મણભાઈ દેસાઈ, ભરતભાઈ ચૌધરી યજ્ઞનાં યજમાન પદે રહી દંપતીઓએ અંબાજી માતાજીનો યજ્ઞ કર્યો હતો.યજ્ઞના યજમાન પોલીસ કર્મચારીઓ દ્વારા અરણી ફેરવીને જ્યોત પ્રાગટ્ય કરી યજ્ઞ કરવામાં આવ્યો હતો.
રાધનપુર પોલીસ પરીવાર દ્વારા આયોજિત શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવના પાવન પ્રસંગે પોલીસ પરીવાર દ્વારા ભોજન પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને યજ્ઞના આચાર્ય શાસ્ત્રી હરેશભાઈ પંડ્યા અને અન્ય બ્રાહ્મણો શાસ્ત્રીજી દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં યજમાનો દ્વારા આહુતિ અપાવવામાં આવી હતી અને માં અંબાજીના કથાનું રસપાન કરાવ્યું હતું. પોલીસ લાઇન ખાતે આયોજિત અંબાજી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ પરીવાર,પોલીસ કર્મચારીઓ સહિત શહેરના આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.