અવસર લોકશાહીનો... મતદાન જાગૃતિ માટે બોટાદની પ્રાથમિક શાળા નં.13ના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ - At This Time

અવસર લોકશાહીનો… મતદાન જાગૃતિ માટે બોટાદની પ્રાથમિક શાળા નં.13ના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ


અવસર લોકશાહીનો... મતદાન જાગૃતિ માટે બોટાદની પ્રાથમિક શાળા નં.13ના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ

એક ચૂંટણી આવી પણ...મોનિટરની પસંદગી માટે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી યોજાઇ
શાળામાં ચૂંટણી જેવો માહોલ તૈયાર કરાયો: ડિજિટલ પદ્ધતિથી વિજેતા વિદ્યાર્થી બન્યા મોનિટર

વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ શાળાઓ દ્વારા મહત્તમ મતદાન માટે નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બોટાદની પ્રાથમિક શાળા નં.13ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અનેરૂં આયોજન કરવામાં આવ્યું હતું. મોનિટરની પસંદગી માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી.

મતદાન જાગૃતિ માટે શાળાનાં આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં જ ચૂંટણી જેવો માહોલ તૈયાર કરાયો હતો. મોનિટર બનવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવ્યા હતાં. સાથોસાથ વિદ્યાર્થીઓએ શાળામાં જ સભા સંબોધી હતી. શાળાનાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા EVM મશીન વડે મતદાન કરવામાં આવ્યું હતું અને ડિજિટલ પદ્ધતિથી પરિણામ જાહેર કરી વિજેતા વિદ્યાર્થીને મોનિટર બનાવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓના પરિવારો મતાધિકારનો ઉપયોગ કરે તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરિત થાય તે હેતુથી બોટાદની પ્રાથમિક શાળા નં.13ના વિદ્યાર્થીઓના આ પ્રયાસની સૌએ સરાહના કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.