કોન્ટ્રાક્ટરની આત્મહત્યા માટે જવાબદાર અધિકારી પર શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ સાથે બોટાદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
(રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ)
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના સભ્ય કનુભાઇ પટેલ જેઓએ તા. 15-06-24ના રોજ ફાંસો ખાઈને આત્મહત્યા કરેલ છે. ત્યારે તેઓએ કરેલા કામના બિલ માટે છેલ્લી કક્ષાના પ્રયત્નો કરેલા હતા. આત્મહત્યાના બે-ત્રણ દિવસ પહેલા પણ તેઓએ જે તે અધિકારીને કીધું હતું કે મારું બીલ કરાવો નહિતર મારે નાણાના ભીસના લીધે આપઘાત કરવો પડશે, તેમ છતાં અધિકારીએ તેમની વાતને ગંભીરતાથી ના લીધી એવું પણ જાણવા મળ્યું છે કે જે તે અધિકારી બીલ કાઢવા માટે ઉચ્ચ ટકાવારીની માંગણી કરતા હતા અને કામ ચાલુ હોવા છતા ખોટી નોટીસ આપીને માનસિક ત્રાસ આપી અમાનનીય વર્તન કરતા હતા. ત્યારે આવા નિષ્ઠુર અને ભ્રષ્ટ અધિકારીને શિક્ષાત્મક પગલાં જોઈએ તેમજ આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી બોટાદ કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વારા માંગ કરવામાં આવી હતી. તેમજ તેમના બાકી બીલના નાણા જલ્દીથી મળે એવી રજૂઆત કરી હતી સાથે સરકારનું ધ્યાન દોરવા માટે કોન્ટ્રાક્ટરએસોસિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.