વિકસતી જાતિ કલ્યાણ ખાતુ (ગુ.રા), ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ) બોટાદ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
વિકસતી જાતિ કલ્યાણ ખાતુ(ગુ.રા), ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ) બોટાદ (માન્ય સંખ્યા-૫૦)માં સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોનાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ શરૂ છે. આ છાત્રાલયમાં બહારગામથી અપડાઉન કરતા ધો. ૧૧-૧૨ અને કોલેજકક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સા.શૈ.પ.વ./આ.૫.વના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓને તા.૩૦/૬/૨૦૨૪ સુધીમાં www.esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકસતી જાતિ, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.