જસદણના નવા માર્કેટયાર્ડ નજીક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
(રિપોર્ટ વિજય ચૌહાણ)
જસદણ વિછીયા બાયપાસ રોડ નવા માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રક માંથી 1764 બોટલ દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો. મળતી વિગત મુજબ રાજકોટ એલ.સી.બી ને બાતમી મળી હતી બાદ તપાસ કરતા એક ટ્રકમાંથી 1764 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ વિદેશી દારૂની બોટલના જથ્થા સાથે ઈમ્તિયાઝ કાદર મકરાણી નામના આરોપીની રાજકોટ એલ.સી.બીએ ધરપકડ કરી હતી. વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટ એલ.સી.બી એ કુલ રૂપિયા 9.35 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.