આગામી ઈદના તહેવારને અનુલક્ષીને મુસ્લિમ અગ્રણીઓ સાથે ઈરફાનભાઇ ખીમાણીના નિવાસ્થાને મહોલ્લા બેઠક કરતા પી.આઇ રાઠોડ - At This Time

આગામી ઈદના તહેવારને અનુલક્ષીને મુસ્લિમ અગ્રણીઓ સાથે ઈરફાનભાઇ ખીમાણીના નિવાસ્થાને મહોલ્લા બેઠક કરતા પી.આઇ રાઠોડ


આજરોજ ગઢડા ખાતે આગામી તારીખ 17 ના રોજ યોજાનાર મુસ્લિમ સમાજની પવિત્ર ઈદ ના તહેવારને અનુલક્ષીને ગઢડાના ઇન્ચાર્જ પીઆઇ રાઠોડ દ્વારા ઈરફાનભાઇ ખીમાણીના નિવાસ્થાને એક મહોલ્લા બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં મુસ્લિમ સમાજ ના અગ્રણી ઈરફાનભાઈ ખીમાણી અશરફભાઈ લાખાણી ઈદ્રીશભાઈ મુસાની શરીફ ભાઈ ગાંજા આરીફ ભાઈ પરમાર અફઝલ ભાઈ ખીમાણી ડોક્ટર માધવણી સાહેબ જમાલભાઈ ખલીફા સુફિયાનભાઈ સૈયદ સલીમ આરબીયાની ઈલિયાસ ગનિયાની સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં કોમી કોમી એખલાસ ભર્યા વાતાવરણ સાથે ઉજવાય તેવી રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવેલ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ગઢડા ના સમગ્ર તહેવારો હિન્દૂ મુસ્લિમ સમાજ સાથે રહીનેજ ઉજવતા હોય છે. તેવું કહેવામાં આવેલ અને આ ઈદ નો તહેવાર પણ શાંતિ પૂર્ણ વાતાવરણ માં કોમી એખલાસ ની ભાવના સાથે ઉજવાશે તેવી ખાતરી આપવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.