પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના ઉકાભાઇ ચુડાસમાની 9મી પુણ્યતિથિ નિમિત્તે મેગા નેત્ર નિદાન-હાર્ડવૈદ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો
પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના ઉકાભાઇ ચુડાસમાની 9મી પુણ્યતિથિ નિમિત્તે મેગા નેત્ર નિદાન-હાર્ડવૈદ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો
કુલ 290 આંખના દર્દીઓ તથા હાર્ડ વૈદ જનરલ ચેકઅપમાં 160દર્દીઓ લાભ લીધો અને 85 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યાં...
ગીર સોમનાથના કલેકટર શ્રી આદરણીય દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની પ્રેરક ઉપસ્થિતિ થી કાર્યકર્તાઓ ઉત્સાહિત બન્યા હતા ...
સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમા ની નવમી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વ. રંભુબેન તથા લાડુબેન ચુડાસમા ના સ્મરણાર્થે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈદ નિદાન કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પમાં કુલ ૨૯૦ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પના દાતા શ્રી ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા સ્વ. ઉકાભાઈ ચુડાસમા તથા સ્વ. રંભુબેન ચુડાસમા ના પુણ્યાર્થ તેમના પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા તેમના પરિજનો તથા ,શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના ડો.મહેશભાઈ, પાધેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરસનદાસબાપુ, ડૉ. રોહિતભાઈ પટેલ (સાવલિયા સાહેબ) પ્રાચી ડો. ભગીરથ સિંહ રાઠોડ ઘંટીયા ફાટક, ડો.પાલાભાઈ વડનગર, પત્રકાર અરવિંદભાઈ સોઢા પ્રાંચી તથા પીઠાભાઈ ગરેજા પ્રાચી તથા કોળી સમાજ ભવન પ્રાચીના પ્રમુખ મેરામણભાઇ વાજા તથા દેવશીભાઈ સોલંકી સુત્રાપાડા તથા દેવાયતભાઈ રામપરા તથા ધર્મેશભાઈ પરમાર અગ્રણી ઘંટીયા પુંજાભાઈ ચુડાસમા પ્રશ્નાવડા સહિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનોના હસ્તે દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમાએ કેમ્પને ઉદ્બોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ હતો. વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય તથા ઉકાભાઈ ચુડાસમા તથા રંભુબેન ચુડાસમા તથા લાડુબેન ચુડાસમા આત્મ કલ્યાણ અર્થે ગાયત્રી મહામંત્ર સામુહિક જાપ કરી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તથા ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન સંદેશ આવેલ લોકોને હદયગમ કરવા આહવાન કરેલ અને મહાનુભાવો દ્વારા આ કેમ્પના તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા સ્વ. ઉકાભાઈ ચુડાસમા ના જીવન જરમર નું ચિંતન ડો.પાલાભાઈ દ્વારા વાગોળવામાં આવેલ હતું. આ કેમ્પમાં સહયોગ આપતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. આ તકે કેમ્પના ગીર સોમનાથના કલેક્ટર શ્રી આદરણીય શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ હાજરી આપી ત્યારે ગાયત્રી પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા ટીમે ફુલહાર તેમજ ગાયત્રી મહામંત્ર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવેલ હતું ત્યારે કલેક્ટર સાહેબની પ્રેરક હાજરીથીકાર્યકર્તાઓમાં ઉત્સાહ વધાર્યો હતો કેમ્પમાં કુલ ૨૯૦ દર્દીઓએ લાભ લીધો જેમાં ૮૫ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ ગયેલ હતા અને ડો.ભગીરથ સિંહ રાઠોડ ઘંટીયા તથા હમીરભાઇ હાર્ડવૈદ કેમ્પ ના ૧૬૦થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. દાતા તરફથી સૌના માટે ચા - પાણી તથા સાદા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. વિશેષ ઉકાબાપા ની પુણ્યતિથિ નિમિત્તે લાલા ભગવાનને પધરાવીને સત્સંગ મંડળની બહેનો દ્વારા સત્સંગ દ્વારા વાતાવરણ ભાવમય બનાવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી (બોસન), વજુભાઈ ગોહીલ (છગીયા), નાથાભાઈ સોલંકી (થરેલી), રોહિતભાઇ અમરાપુર, પાર્થભાઈ મોકરીયા પ્રાચી નરસિંહભાઈ વાઢેર છગિયા વાલાભાઈ કંટાળા, રાહુલભાઈ બોશન પપ્પુભાઈ બોસન, દિવાળીબેન પ્રાચી તથા પુરીબેન બોશન, ભેનીબેન તથા હરેશ કુમાર ઘુસિયા દેવીબેન ભાલકા, કંચનબેન તથા ભગીરથ કુમાર પંડવા, રશ્મિબેન તથા જયસિંગ કુમાર ખંઢેરી સત્યમભાઈ ચુડાસમા પ્રાંચી, શૈલેષભાઈ વાળા પત્રકાર પ્રાચી તીર્થ તથા ઉકાભાઇ ચુડાસમા નો પરિવાર પ્રશ્નાવડા તથા પ્રાચી તથા સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.