રાજકોટમાં ગોડાઉનમાંથી 8600 કિલો ઘઉં, 22,800 કિલો ચોખા મળ્યા, ફેરિયાઓ પાસેથી અનાજ ખરીદી મિલધારકોને વેચાતું
રાજકોટ શહેરમાં સરકારી રાશનના કાળાબજારનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પરસાણાનગરમાં એક ગોડાઉન પર પુરવઠા વિભાગે દરોડો પાડતાં ત્યાંથી 8600 કિલો ઘઉં અને 22800 કિલો ચોખાનો અનધિકૃત જથ્થો મળી આવ્યો હતો. હાલ તેની કુલ કિંમત 5.11 લાખ રૂપિયા ગણીને માલ કબ્જે કરવામાં આવ્યો છે. ગોડાઉન ભાડે રાખનાર મૂળ બિલખાના અલ્તાફ ગફાર ચૌહાણ નામના શખસ પાસેથી આ અનાજના આધાર પૂરાવા મળ્યા નહોતા. જોકે પુરવઠા વિભાગની પૂછપરછમાં તેણે કબુલ્યું હતું કે, તે છ મહિનાથી પરસાણાનગરમાં આ ગોડાઉન રાખીને ફેરિયાઓ પાસેથી રાશન ખરીદે છે અને ત્યારબાદ રાશનનો જથ્થો મિલધારકો સહિતનાને વેચી દેવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.